ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાને ઘોડેસવારી કરતા તો ઘણીવાર જોયો હશે, પરંતુ હવે જુઓ બળદગાડું ચલાવતા, વાયરલ થયો વીડિયો

વાહ બાપુ વાહ !! ઘોડા બાદ હવે બળદગાડા પર અજમાવ્યો હાથ ! એવા શાહી અંદાજમાં ગાડુ ચલાવ્યું કે ફેન્સ પણ કરવા લાગ્યા વખાણ, જુઓ

Ravindra Jadeja drove the bullock cart : ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી અને ગુજરાતનું ગૌરવ એવા રવિન્દ્ર જાડેજાની રમતના ચાહકો તો દુનિયાભરમાં ફેલાયેલા છે અને જાડેજાને ચાહકોનો ભરપૂર પ્રેમ પણ મળે છે, સોશિયલ મીડિયામાં પણ તેને લાખો લોકો ફોલો કરે છે, ત્યારે રવિન્દ્ર જાડેજાનો રાજપુતાના અંદાજ પણ બધાને ખુબ જ પસંદ આવે છે.  જાડેજાનું જામનગરમાં ખુબ જ મોટું ફાર્મ હાઉસ પણ છે અને તેમાં જાડેજા ઘોડા પણ રાખે છે, ત્યારે જાડેજાને તમે અત્યાર સુધી ઘોડે સવારી કરતા ઘણીવાર જોયો હશે. પરંતુ હાલમાં તેનો બળદગાડું ચલાવતો વીડિયો સામે આવ્યો છે.

જાડેજાએ ચલાવ્યું બળદગાડું :

હંમેશા પોતાના અનોખા અંદાજમાં જોવા મળતા ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘોડેસવારી બાદ હવે તે બળદ ગાડા પર સવારી કરતો જોવા મળે છે. જાડેજાનો આ વીડિયો અફઘાનિસ્તાન સામે 11 જાન્યુઆરીથી શરૂ થનારી સિરીઝ પહેલા સામે આવ્યો છે. આ વીડિયોમાં તે ખૂબ જ દેશી લુકમાં જોવા મળી રહ્યો છે અને તે ખૂબ જ આરામથી બળદગાડા પર સવારીનો આનંદ માણી રહ્યો છે. તમને જણાવી દઈએ કે જાડેજા પોતે આ બળદગાડી ચલાવે છે.

વાયરલ થયો વીડિયો :

પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરતા જાડેજાએ લખ્યું ‘VINTAGE RIDE’. તેના આ વીડિયો પર યુઝર્સ વિવિધ રીતે કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું ‘રાજપૂતાના’ જ્યારે અન્ય યુઝર્સે કોમેન્ટ કરી ‘વાહ સુપર જાડો સંસ્કાર’. તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજા સોશિયલ મીડિયા પર જેટલા ફેમસ છે તેટલા જ તે ક્રિકેટના મેદાનમાં પણ છે. જાડેજા ક્યારેક તલવારબાજી તો ક્યારેક સિંહ સાથે સેલ્ફી લેતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Ravindrasinh jadeja (@royalnavghan)

ચાહકોને પસંદ આવ્યો અંદાજ :

ટીમ ઈન્ડિયાનો આ ઓલરાઉન્ડર માત્ર મેદાન પર જ નહીં પરંતુ પોતાના અંગત જીવનમાં પણ ઓલરાઉન્ડર છે. ઘોડા પર સવારી કર્યા બાદ બળદ ગાડા પર સવારી કરતા રવિન્દ્ર જાડેજાનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આફ્રિકાનો પ્રવાસ ખતમ કરીને જાડેજા પરત ફર્યો છે. હાલમાં સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ ઘરે પરત ફર્યો છે અને તેની રજાઓ માણી રહ્યો છે. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Niraj Patel