જે મિત્ર સાથે લગ્ન કરવા જેન્ડર ચેન્જ કરી રવિથી રિયા બની, તેણે જ કર્યો વિશ્વાસ ન આવે એવો કાંડ

પાક્કા મિત્ર માટે લિંગ પરિવર્તનનું ઓપરેશન કરાવ્યું, મર્દમાંથી મહિલા બન્યો, અંત બહુ જ ખરાબ આવ્યો

ગુજરાત સહિત દેશમાંથી અનેકવાર એવા એવા કિસ્સાઓ સામે આવે છે, જે સાંભળી આપણે પણ ચોંકી જઇએ છીએ. પંજાબના અમૃતસર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં લગ્નના બહાને એક યુવકે તેના જ મિત્ર રવિને છોકરામાંથી છોકરી બનાવી અને બાદમાં લગ્ન કરીને તેને તેના પ્રિયજનોથી અલગ કરી દીધો. પરંતુ થોડા દિવસો પછી અર્જુન તેને છોડી ગયો અને હવે તે તેને કિન્નરોને સોંપવા માંગે છે. હાલ આ મામલો પોલીસ પાસે છે અને પોલીસ રવિને ન્યાય અપાવવાની વાત કરી રહી છે જે હવે રિયા છે.

જણાવી દઈએ કે ત્રણ વર્ષ પહેલા રિયા રવિ હતી અને તેના મિત્ર અર્જુન સાથે કામ કરતી હતી. ધીમે ધીમે અર્જુન અને રવિ બંને રિલેશનમાં આવ્યા. અર્જુને રવિ સાથે લગ્ન કરવાની વાત કરી. પરંતુ પહેલા અર્જુને રવિને કહ્યું કે તે છોકરામાંથી છોકરી બનશે અને પછી તેની સાથે લગ્ન કરશે. પછી શું પ્રેમમાં રવિ રિયા બની ગયો. રવિ ઉર્ફે રિયા કહે છે કે તેનું પહેલાનું નામ રવિ હતું. પરંતુ લિંગ બદલ્યા બાદ અર્જુને તેનું નામ રિયા જટ્ટી રાખ્યું.

અર્જુન જંડિયાલાનો રહેવાસી છે અને જાગરણમાં કામ કરતો હતો. તેણે કહ્યું કે પહેલા લિંગ બદલ અને પછી તે રિયા સાથે લગ્ન કરશે. જે બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. પરિવારના સભ્યોએ પણ રવિ (રિયા)નો સ્વીકાર કર્યો હતો. પરંતુ થોડા દિવસો પછી અર્જુન તેને છોડી ગયો અને હવે તે તેને કિન્નરોને સોંપવા માંગે છે.

આ મામલામાં ઈન્સ્પેક્ટરનું કહેવું છે કે તેમની પાસે ફરિયાદ આવી છે. રવિએ અર્જુન સાથે લગ્ન કરવા માટે પોતાનું લિંગ બદલી નાખ્યું. તે આ મામલે તપાસ કરી રહ્યા છે. આ કેસમાં જે પણ આરોપી જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

Shah Jina