દીકરી રાશા સાથે ફરીએકવાર દેવ મંદિરમાં દર્શન કરવા પહોંચી રવીના ટંડન, લોકોએ કહ્યું “બહુ જ સરસ સંસ્કાર આપો છો દીકરીને..” જુઓ તસવીરો

ત્ર્યંમ્બકેશ્વર મંદિરમાં દર્શન કરવા માટે પહોંચી રવીના ટંડન, દીકરી પણ જોવા મળી સાથે, તસવીરો પર ચાહકો લૂંટાવી રહ્યા છે પ્રેમ, જુઓ

Raveena Tandon Visit Trimbakeshwar : બોલીવુડના સેલેબ્રિટીઓ હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે. તે જ્યાં પણ જાય છે ત્યાં પેપરાજી પણ તેમને ઘેરી લેતા હોય છે અને તમેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે. તો સેલેબ્સ પણ ઘણીવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરે છે અને તે પણ ચાહકોને ખુબ જ પસંદ આવે છે.

હાલમાં જ અભિનેત્રી રવીના ટંડેને પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. રવિના ટંડન હાલમાં જ ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ મંદિર અને ત્ર્યંબકેશ્વર શિવ મંદિરની મુલાકાત લીધી હતી. અભિનેત્રીએ મંદિરમાં દર્શન કર્યા બાદ ફોટા શેર કર્યા છે, જેમાં પુત્રી રાશા પણ તેની સાથે જોવા મળી રહી છે.

ઘૃષ્ણેશ્વર અને ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ અત્યંત પૂજનીય છે. અહીં દરરોજ અનેક શ્રદ્ધાળુઓ પૂજા કરવા આવે છે. રવિના ટંડને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તસવીરો શેર કરી છે. આમાં, તે તેની પુત્રી સાથે મેચિંગ કપડાંમાં જોવા મળે છે. રવિનાએ તસવીરો સાથે કેપ્શન લખ્યું છે, ‘ઓમ નમઃ શિવાય’. ત્ર્યંબકેશ્વર શિવ મંદિર અને શ્રી ઘૃષ્ણેશ્વર મંદિરની મુલાકાત લેવાનો આનંદદાયક અનુભવ હતો.

શેર કરેલી તસવીરોમાં, પ્રથમ તસવીરમાં રવીના ટંડન કારમાં બેઠેલી જોવા મળી રહી છે. તસવીરમાં રવિનાએ કપાળ પર ત્રિપુંડ લગાવ્યો છે અને તે હસતી જોવા મળી રહી છે. અન્ય એક તસવીરમાં તે તેની પુત્રી રાશા સાથે મંદિરની સામે ઉભી છે. માતા અને પુત્રી બંને પરંપરાગત પોશાકમાં જોવા મળે છે.

તસવીરોમાં રવિના અને રાશા ખૂબ જ સુંદર લાગી રહી છે. રવિના ટંડન ઘણીવાર તેની પુત્રી સાથે સમય પસાર કરતી જોવા મળે છે. તે અવારનવાર તેની પુત્રી સાથે ધાર્મિક સ્થળોની મુલાકાત લે છે. આ સિવાય તાજેતરમાં જ રવિનાએ પુત્રી રાશા સાથે ટેલર સ્વિફ્ટના ફંક્શનમાં હાજરી આપી હતી, જેની તસવીરો અને વીડિયો તેણે ચાહકો સાથે શેર કર્યા હતા.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી તાજેતરમાં જ ફિલ્મ ‘પટના શુક્લા’માં જોવા મળી હતી. આ કોર્ટરૂમ ડ્રામા શ્રેણી OTT પર રિલીઝ કરવામાં આવી હતી. જેમાં રવિના ટંડન વકીલની ભૂમિકામાં જોવા મળી હતી. ફિલ્મમાં, અભિનેત્રી સત્ય માટે લડતી જોવા મળે છે અને સાથે સાથે તેના પરિવારને પણ સંભાળતી હોય છે. આ ફિલ્મ અરબાઝ ખાને પ્રોડ્યુસ કરી હતી.

Niraj Patel