ટૂંકા ટૂંકા શોર્ટ ડ્રેસમાં રવીના ટંડને વરસાવ્યો કહેર, એવી એવી તસવીરો મૂકી કે ફેન્સ ખુશખુશાલ થઇ ગયા

46 વર્ષની રવીના ટંડન ટૂંકા ટૂંકા ફ્રોકમાં દેખાય છે 25 વર્ષની, ચાહકો બોલ્યા- કયા ખૂબ લગતી હો…

બોલિવુડ અભિનેત્રી રવીના ટંડન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે ઘણીવાર ચાહકો સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ અભિનેત્રીએ તેની  કેટલીક તસવીરો શેર કરી છે, જે ઘણી વાયરલ થઇ રહી છે. રવીના ટંડન 46 વર્ષની થઇ ગઇ છે, પરંતુ તેની ખૂબસુરતી ને સ્ટાઇલમાં આજે પણ કોઇ કમી નથી આવી. અભિનેત્રી આજે પણ બોલિવુડની યંગ અભિનેત્રીઓને ટક્કર આપે છે.

રવીના ટંડને હાલમાં જ તેની કેટલીક મિરર સેલ્ફી વાળી તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, આ દરમિયાન તે ક્રીમ કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. તે મિરર સેલ્ફી લેતા અલગ અલગ પોઝ પણ આપી રહી છે. કયારેક તો વાળ ખોલીને તો કયારેક બન બનાવી તસવીરો ક્લિક કરી રહી છે.

અભિનેત્રીનો આ લુક ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે. બધા તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યુ કે, કેટલા સુંદર લાગો છો આજે પણ. ત્યાં જ એક અન્ય યુઝરે લખ્યુ, ખૂબસુરત. સાદગીમાં સુંદર કેવી રીતે દેખાવું આ કળા રવીનાને સારી રીતે આવડે છે.

તમને જણાવી દઇએ કે, તે જયારે ફિલ્મોમાં આવ્યા હતા, ત્યારે તેમની ઉંમર 21 વર્ષની હતી. રવીનાના વર્કફ્રંટની વાત કરીએ  તો, તે જલ્દી જ “KGF ચેપ્ટર 2″માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે સંજય દત્ત અને યશ જોવા મળશે.

રવીનાની પર્સનલ લાઇફની વાત કરીએ તો, તેણે 21 વર્ષની ઉંમરે 2 દીકરીઓ પૂજા અને છાયાને એડોપ કરી હતી અને તે સિંગલ મધર રહી હતી. તે સમયે પૂજા 11 વર્ષની અને છાયા 8 વર્ષની હતી. છાયાના લગ્ન 25 જાન્યુઆરી 2016માં ગોવામાં થયા હતા.

વર્ષ 2004માં રવીનાએ  બિઝમેનમેન અને ડ્રિસ્ટ્રિબ્યુટર અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. તેને એક દીકરી રાશા છે જેનો જન્મ 2005માં થયો હતો અને એક દીકરો રણબીરવર્ધન છે જેનો જન્મ 2008માં થયો હતો. આવી રીતે રવીનાની ત્રણ દીકરીઓ અને એક દીકરો છે.

Shah Jina