રવીના ટંડેને ખુબ જ ફની અંદાજમાં રમી હોળી, પિચકારી જોઈને તો લોકો પણ રહી ગયા હક્કાબક્કા, જુઓ વીડિયો

હોળીમાં પેપરાજીને મીઠાઈના બોક્સ આપતી વખતે રવીના ટંડને એવા ફની અંદાજમાં પિચકારી ચલાવી કે લોકો હવે ફંકી પિચકારી જોઈને કહી રહ્યા છે, “અંખિયો સે ગોલી મારે..”

Raveena Tandon Holi Celebration : દેશભરમાં ગઈકાલે હોળીનો તહેવાર ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ત્યારે સામાન્ય માણસની જેમ સેલેબ્સ પણ આ તહેવારને ખુબ જ ઉત્સાહથી માણતા હોય છે, તેમના ચાહકો પણ તેમને હોળી રમતા જોઈને ખુશ ખુશાલ થઇ જતા હોય છે. ત્યારે હાલમાં જ બૉલીવુડ અભિનેત્રી રવીના ટંડને એવા અંદાજમાં હોળી રમી કે સૌ કોઈ હેરાન રહી ગયા.

રવીના ટંડને એકદમ ફની અંદાજમાં હોળી રમી હતી અને ખાસ આકર્ષણ તેની પિચકારી હતી. રવિના ટંડન પોતાના પરિવાર સાથે હોળી રમતી જોવા મળી હતી. હોળીની ઉજવણી કર્યા બાદ રવીના અને તેની દીકરી રાશા પેપરાજીને હોળીની શુભેચ્છા પાઠવવા અને મીઠાઈઓ વહેંચવા માટે તેમના ઘરની બહાર નીકળ્યા કે તરત જ લોકોનું ધ્યાન તેમની ફની પિચકારી તરફ ખેંચાયું.

રવિના ટંડનની મસ્તીભરી પિચકારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં 90ના દાયકાની સુંદર અભિનેત્રીનો ફની હોળી લુક જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા હોળીના વીડિયોમાં રવિના ટંડને ચશ્માના રૂપમાં ફંકી પિચકારી સાથે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. અભિનેત્રી પીળા રંગના ફંકી ચશ્મા પહેરેલી જોવા મળી હતી, જેમાં પાણી સ્પ્રે સાથે જોડાયેલ પાઇપ હતી.

રવીનાએ પોતાના હાથમાં પાઇપ કંટ્રોલર પકડ્યો અને ઘરની બહાર આવતાની સાથે જ પેપરાજી પર પાણી છાંટવાનું શરૂ કરી દીધું. તમને જણાવી દઈએ કે રવીના તાજેતરમાં ડિઝની+હોટસ્ટાર સિરીઝ ‘કર્મા કોલિંગ’માં પણ જોવા મળી હતી. રવિના ટંડન ટૂંક સમયમાં ફિલ્મ ‘પટના શુક્લા’માં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

Niraj Patel