રવિના ટંડને શેર કરી અરબાઝ અને શૂરાના લગ્નની ઇનસાઇડ તસવીરો, દુલ્હા-દુલ્હન સાથે આપ્યા પોઝ

રવિના ટંડને બતાવી અરબાઝ-શૂરાના લગ્નની ઝલક, એક્ટ્રેસ ક્યારેક દુલ્હા સાથે તો ક્યારેક દુલ્હન સાથે આપ્યા પોઝ

રવિના ટંડન દીકરી રાશા થડાની સાથે બોલિવુડ એક્ટર અને ફિલ્મમેકર અરબાઝ ખાન અને મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાનના નિકાહમાં પહોંચી હતી. અરબાઝે 24 ડિસેમ્બરે બહેન અર્પિતા ખાન શર્માના ઘરે ગર્લફ્રેન્ડ શૂરા સાથે નિકાહ કર્યા, આ દરમિયાન પરિવારના લોકો સિવાય કેટલાક નજીકના મિત્રો સામેલ રહ્યા હતા. નિકાહ બાદ અરબાઝે સોશિયલ મીડિયા પર તસવીરો પણ શેર કરી હતી અને પોતાની નવી નવેલી દુલ્હનને ચાહકોને મળાવી હતી.

રવિનાએ શેર કરી અરબાઝ-શૂરાના લગ્નની ઇનસાઇડ તસવીરો

ત્યારે હવે રવિના ટંડને અરબાઝ ખાનના નિકાહની કેટલીક ઇનસાઇડ તસવીરો શેર કરી છે, જેમાં દુલ્હા-દુલ્હન સાથે રવિનાનું બોન્ડિંગ જોવાલાયક છે. લગ્નના ત્રણ દિવસ બાદ રવિનાએ જે તસવીર શેર કરી છે તેમાં અરબાઝ, શુરા ખાન અને રાશા પણ જોવા મળી રહી છે. જ્યારે રવિના અને રાશા વર-કન્યા સાથે ફોટો માટે પોઝ આપી રહ્યા હતા ત્યારે અરબાઝ ખાનનો પુત્ર અરહાન ખાન અને ભાઇ સલમાન ખાન પણ જોવા મળ્યા હતા.

રવિના અને રિદ્ધિમા પંડિત સહિત શૂરાની ગર્લ ગેંગ મળી જોવા

એક ફોટોમાં રવિના અને રિદ્ધિમા પંડિત સહિત શૂરાની ગર્લ ગેંગ જોવા મળે છે. રવિનાએ શૂરા સાથે એક સેલ્ફી પણ પોસ્ટ કરી છે. જણાવી દઈએ કે શૂરા રવીના અને તેની પુત્રી રાશાની પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ છે. પોસ્ટની સાથે રવીનાએ કેપ્શનમાં લખ્યું, ‘હંમેશા ખુશી અને પ્રેમ… અરબાઝ ખાન અને શુરા ખાન! ભગવાન ભલુ કરે.’જણાવી દઇએ કે, અરબાઝે અત્યાર સુધી શૂરા ખાન સાથેના પોતાના સંબંધોને ગુપ્ત રાખ્યા હતા. અરબાઝ ખાને 6 વર્ષ પહેલા મલાઈકા અરોરા સાથે છૂટાછેડા લીધા હતા,

મલાઇકા સાથે છૂટાછેડા અને જોર્જિયા સાથે બ્રેકઅપ બાદ શૂરા સાથે કર્યા નિકાહ

ત્યારબાદ તે જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો હતો. પરંતુ, આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. જો કે, જોર્જિયા સાથેના બ્રેકઅપ બાદ 56 વર્ષિય એક્ટર શૂરાને ડેટ કરી રહ્યો હતો, જેના વિશે કોઈ જાણતું ન હતું. જો કે એક્ટરના લગ્ન પછી ચાહકો પણ તેની નવી દુલ્હન વિશે જાણવા ઉત્સુક હતા. શૂરા ખાન પ્રોફેશનલી સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ છે અને તેણે ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યું છે. અરબાઝ અને શૂરાની લવ સ્ટોરીની વાત કરીએ તો ‘પટના શુક્લા’ના સેટથી શરૂ થયેલી લવ સ્ટોરી હવે લગ્ન સુધી પહોંચી ગઇ છે.

 

‘પટના શુક્લા’ ફિલ્મના સેટથી શરૂ થઇ હતી લવ સ્ટોરી

અરબાઝ શૂરાને પટના શુક્લાના સેટ પર મળ્યો હતો, બંને જલ્દી એકબીજાના પ્રેમમાં પડી ગયા અને ડેટિંગ બાદ તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું. પટના શુક્લા ફિલ્મને અરબાઝ ખાન પોતે પ્રોડ્યુસ કરી રહ્યો છે. ફિલ્મ વિશે પોતાની ખુશી વ્યક્ત કરતા અરબાઝ ખાને કહ્યું હતું કે ‘પટના શુક્લાનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ એક ખૂબ જ રસપ્રદ વાર્તા હશે. ફિલ્મની વાર્તા એક સામાન્ય પરંતુ અસામાન્ય મહિલાની આસપાસ ફરે છે.

Shah Jina