દીકરી રાશા સાથે સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર પહોંચી રવીના ટંડન, મહાદેવની ભક્તિમાં ડૂબેલી જોવા મળી માં-દીકરી

રવીના ટંડન દીકરી રાશા સાથે જ્યોતિર્લિંગ મંદિર પહોંચી, વીડિયો શેર કરી રહ્યુ- આના માટે ઓફિશિયલ પરમિશન લીધી છે

રવીના ટંડન ઇશ્વરમાં અસીમ વિશ્વાસ રાખે છે, જેનું સબૂત સોશિયલ મીડિયા છે. ઘણીવાર તેને દીકરી રાશા થડાની સાથે મંદિરોમાં પૂજા-પાઠ કરતા જોવામાં આવે છે. પોતાની સીરીઝ કર્મા કોલિંગની રીલિઝ પહેલા એક્ટ્રેસ દીકરી સાથે સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર પહોંચી, જ્યાંની કેટલીક ઝલક તેણે ચાહકો સાથે શેર કરી છે.

રાશા સાથે સોમનાથ મંદિર પહોંચી રવીના

રવીના ટંડન આ દિવસોમાં તેની અપકમિંગ વેબ સીરીઝ ‘કર્મા કોલિંગ’ને લઇને ચર્ચામાં છે. ત્યાં તેની દીકરી રાશા તેના ડેબ્યુને લઇને ચર્ચામાં બનેલી છે. પોતાની સીરીઝની રીલિઝ પહેલા રવીના બાબા મહાદેવના આશીર્વાદ લેવા સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર પહોંચી હતી, જેનો વીડિયો તેણે શેર કર્યો છે.

માં-દીકરી બંને એથનિક લુકમાં મળ્યા જોવા

મંદિરની બહારનો અને અંદરનો નજારો પણ વીડિયોમાં જોવા મળી રહ્યો છે. વીડિયોમાં રવીના ટંડન સાડીમાં જ્યારે રાશા થડાની ગુલાબી સુટમાં જોવા મળી રહી છે. રવીનાએ આ વીડિયો શેર કરી લખ્યુ છે- સોમનાથ ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् | उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात् || હર હર મહાદેવ.

‘કર્મા કોલિંગ’ 26 જાન્યુઆરીએ રીલિઝ થશે

જોકે, મંદિરની અંદર લીધેલ તસવીરો પર સવાલ ઉઠે એ પહેલા જ એક્ટ્રેસે સફાઇ પેશ કરી દીધી. તેણે જણાવ્યુ કે તસવીરો માટે તેણે સોમનાથ મંદિર ટ્રસ્ટની પરમિશન લીધી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો, રવીનાની વેબ સીરીઝ ‘કર્મા કોલિંગ’ 26 જાન્યુઆરી 2024ના રોજ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રીલિઝ થવા જઇ રહી છે.

‘વેલકમ ટુ ધ જંગલ’માં જોવા મળશે

આ ઉપરાંત રવીના વેલકમ ફ્રેન્ચાઇઝીની ત્રીજી સીક્વલ ‘વેલકમ ટુ ધ જંગલ’માં જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, દિશા પટની, અરશદ વારસી, શ્રેયસ તલપડે, સંજય દત્ત, જેકલીન ફર્નાડિંસ, જોની લિવર, રાજપાલ યાદવ પણ જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina