તાલિબાનથી નથી ડરતા રતનનાથ મંદિરના પૂજારી, કહ્યુ કે “ભાગીશ નહિ, છેલ્લા શ્વાસ સુધી મંદિરમાં રહીશ”- જાણો વિગત

રવિવારના રોજ અફઘાનિસ્તાન ઉપર તાલિબાનીઓ દ્વારા કબ્જો કરી લેવામાં આવ્યો. અને રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડી અને ઓમાન ચાલ્યા ગયા. તાલિબાનનો કાબુલ ઉપર કબ્જો કરવો અને દેશમાં ફેલાઈ રહેલી અરાજકતાના કારણે પોતાનો જીવ બચાવીને લોકો મોટી સંખ્યામાં ભાગી રહ્યા છે. પરંતુ કાબુલમાં આવેલા રતનનાથ મંદિરના પૂજારી પંડિત રાજેશ કુમારે પોતાનો જીવ બચાવવા માટે કબુલામથી ભાગવાની ના પાડી દીધી છે.

(પ્રતીકાત્મક તસવીર)

પંડિત રાજેશ કુમારનું કહેવું છે કે, “કેટલાક હિન્દુઓએ મને કાબુલ છોડવા માટેનો આગ્રહ કર્યો અને મારા યાત્રા તથા રેહવાની વ્યવસ્થા કરવાની પણ રજુઆત કરી. પરંતુ મારા પૂર્વજો સેંકડો વર્ષોથી આ મંદિરની સેવા કરી છે. હું તેને નહિ છોડું. જો તાલિબાન મને મારે છે તો હું તેને મારી સેવા માનું છું.”

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખપત્ર ઓર્ફેનાઇઝર દ્વારા આ વાત પોતાના રિપોર્ટમાં લખવામાં આવી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના ડરના કારણે એરપોર્ટ અને બોર્ડર ઉપર લોકોની ભીડ જામેલી છે. સોમવારે મોદી સાંજે ભારતમાં પણ એક સ્પેશિયલ વિમાન મોકલીને 400થી વધારે લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.

કાબુલથી લોકોને કાઢવાનું કામ ખુબ જ ઝડપી ચાલી રહ્યું છે. આ વચ્ચે રાજધાનીના એકમાત્ર પૂજારી પંડિત રાજેશ કુમ્મર રતનનાથ મંદિરને છોડવા નથી માંગતા અને પોતાના છેલ્લા શ્વાસ સુધી તે મંદિરની સેવા કરવા જ માંગે છે.

Niraj Patel