મોટા માણસોની મોટી વાત…જે વૈભવી ક્રૂઝ પર પાર્ટી કરી રહ્યો હતો શાહરૂખનો લાડલો ત્યાં આટલું છે એક રાતનું ભાડુ- જુઓ અંદરની તસવીરો
મુંબઇથી ગોવા જઇ રહેલ એક ક્રૂઝ પર રેવ પાર્ટી થઇ રહી હતી. રેવ પાર્ટીમાં મોટા સ્તર પર ડગનો ઉપયોગ થઇ રહ્યો હતો. ક્રૂઝ પર ડગના ઉપયોગ બાદ યાત્રી હનીને સવાર NCBની ટીમે 10 લોકોની ધરપકડ કરી હતી, જો કે, બાદમાં બે લોકોને છોડી દેવામાં આવ્યા હતા. આ મામલે 8 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં આર્યન ખાન સામેલ છે.
આર્યન ખાન જે ક્રૂઝમાં પાર્ટી કરી રહ્યા હતા, તે કોઇ મામૂલી શિપ નથી .તેમાં ઘણી બધી સુવિધાઓ છે. આ શિપમાં પાર્ટી કરવા કે નાઇટ સ્પેંડ કરવા માટેનો ખર્ચ પણ ઘણો વધારે છે. આ ક્રૂઝ વોટરવેજ લીઝર ટૂરિઝમ પ્રાઇવેટ લિમિટેડનું છે. તેનું નામ કાર્ડેલિયા ક્રૂઝ છે. ક્રૂઝમાં ઘણી સુવિધાઓ છે. પાર્ટી માટે અને મિત્રો સાથે એન્જોય કરવા માટે ક્રૂઝમાં બધી સુવિધાઓ આપવામાં આવી છે. ત્યારે તો આની મજા લીધા બાદ ઘણા દિવસો સુધી લોકો આ સફરને યાદ રાખે છે અને આકર્ષિત પણ થાય છે.
આ ક્રૂઝમાં તમને ફૂડ પેવેલિયન મળશે, 3 સ્પેશિયલ રેસ્ટોરન્ટ મળશે અને 4 બાર મળશે. આ ઉપરાંત આ ક્રૂઝમાં ફિટનેસ સેન્ટર પણ છે. સ્પા અને સલૂન પણ શિપની અંદર છે તેમજ કસીનો અને એક થિયેટર અને એક શાનદાર સ્વિમિંગ પુલ પણ છે. તેમજ આ ક્રૂઝમાં નાઇટક્લબ, લાઇવ બેંડ અને ડીજે, શોપિંગ કોમ્પ્લેક્સ અને એડવેંચર સહિત અનેક વસ્તુ છે.
ક્રૂઝની ફેસિલીટી વિશે વાત કરીએ તો, ત્યાનું કસીનો ખૂબ જ ખૂબસુરત છે. કદાચ જ ભારતની અંદર તમને આવું કસીનો જોવા મળશે. કસીનોનું બાર પણ શાનદાર છે. જયાં તમે મનપસંદ ડ્રિંક લઇ શકો છો. પોતાના ફેવરેટ મ્યુઝિકનો આનંદ લઇ શકો છો. કાર્ડેલિયા ક્રૂઝના ટૂર પેકેજની શરૂઆત 17700થી થાય છે. આ એક રાતનો ભાવ છે. કાર્ડેલિયા ક્રૂઝનુ બે રાતનું મુંબઇથી ગોવા ટૂર પેકેજ 53100 રૂપિયા છે. આમાં બે લોકો સામેલ થઇ શકે છે. આવી રીતે બે રાતનું હાઇ સી પેકેજ બે લોકો માટે 35400 રૂપિયા છે.
કાર્ડેલિયા ક્રૂઝ અત્યારે મુંબઇથી લક્ષદ્વીપ, મુંબઇથી ગોવા, મુંબઇથી ચેન્નાઇ અને મુંબઇથી કોચ્ચિ માટે ક્રૂઝ સેવા ઉપલબ્ધ કરાવે છે. આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આની શરૂઆત થઇ હતી. ઇન્ડિયન રેલવે કૈટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન IRCTCએ કાર્ડેલિયા ક્રૂઝ સાથે હાથ મિલાયો હતો. કાર્ડેલિયા ક્રૂઝનુંં બેસ સ્ટેશન અત્યારે મુંબઇમાં છે. જેને આગળના વર્ષે એટલે કે 2022માં ચેન્નાઇ સ્થાનાંતરિત કરવામાં આવશે. કાર્ડેલિયા ક્રૂઝની યોજના આઘળના વર્ષે શ્રીલંકા માટે ક્રૂઝ સર્વિસ શરૂ કરવાની છે.