ખબર

જે રતન ટાટા સાથે દરેક મિટિંગમાં હાજરી આપે છે ‘ગોવા, જાણો કોણ છે આ ગોવા ? ક્યારેક રસ્તા ઉપર આવારા ફરતો હતો

ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટા તેમની સાદગી માટે જાણીતા છે. તેમની આવી જ એક સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જ્યાં કરિશ્મા મહેતા નામની મહિલાએ તેમના જોરદાર વખાણ કર્યા છે. કરિશ્માએ જણાવ્યું કે એક વખત તે રતન ટાટાનો ઈન્ટરવ્યુ લેવા ગઈ હતી, તે દરમિયાન તેમની ખુરશીની બાજુમાં એક શ્વાન બેઠેલો જોવા મળ્યો હતો. કરિશ્માએ તેની મીટિંગને યાદગાર ગણાવી હતી અને આ મીટિંગના ઘણા વણશોધાયેલા પાસાઓ વિશે વાત કરી હતી.

કરિશ્મા મહેતા હ્યુમન્સ ઓફ બોમ્બેના સ્થાપક અને સીઈઓ છે. તેમણે Linkedin પર રતન ટાટા સાથેની તેમની મુલાકાતની વાર્તા શેર કરી છે. કરિશ્માએ લખ્યું છે કે, ‘હું રતન ટાટાની ઓફિસની બહાર રાહ જોઈ રહી હતી, મેં જોયું કે એક શ્વાન તેમની ખુરશીની બાજુમાં બેઠો હતો. આ મારા જીવનની સૌથી મોટી ચિંતા હતી. મને શ્વાનથી બહુ ડર લાગતો હતો અને હું જેમનું ઈન્ટરવ્યુ લેવા માટે ગઈ હતી તેમની હું લાંબા સમયથી રાહ જોઈ રહી હતી.

કરિશ્માએ પોતાની પોસ્ટમાં આગળ કહ્યું કે આ દરમિયાન મેં રતન ટાટાના આસિસ્ટન્ટ શાંતનુને કહ્યું કે મને ડર લાગે છે, કદાચ તેમણે (રતન ટાટા) મારી વાત સાંભળી હશે. તેમણે મને પૂછ્યું, ‘શું થયું, તમે બરાબર છો? આ પછી શાંતનુએ રતન ટાટાને કહ્યું, ‘તે શ્વાનથી ડરે છે’.

આ જોઈને રતન ટાટા હસી પડ્યા, તેમણે પોતાની ખુરશી શ્વાન તરફ ફેરવી અને શ્વાનને સંબોધીને કહ્યું, ‘ગોવા (શ્વાનનું નામ) તે તમારાથી ડરે છે, તેથી સારા છોકરાની જેમ બેસો’. આ પછી રતન ટાટાએ કરિશ્માને કહ્યું કે ચાલો જઈએ. કરિશ્માએ પોતાની પોસ્ટમાં આગળ જણાવ્યું કે તેમની વાતચીત આગામી 30 થી 40 મિનિટ સુધી ચાલી. પરંતુ ગોવા તેમની પાસે ન આવ્યું. મને વિચારીને આશ્ચર્ય થયું કે મારી સાથે આવું ક્યારેય બન્યું ન હતું.

કરિશ્માના જણાવ્યા અનુસાર રતન ટાટાએ કહ્યું કે તેમણે ગોવાને દત્તક લીધું છે. ગોવા આખો દિવસ રતન ટાટા સાથે રહે છે. તે ગોવાને તેમની સાથે મીટિંગ માટે પણ લઈ જાય છે. રતન ટાટાને શ્વાન ખૂબ જ પસંદ છે. તેમને સ્ટ્રીટ ડોગ્સ ખૂબ જ પસંદ છે. સ્ટ્રીટ ડોગ માટે તેમણે મુંબઈમાં ટાટા ગ્રુપના વૈશ્વિક મુખ્યાલયમાં એક ખાસ કેનલ બનાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Ratan Tata (@ratantata)

આ શ્વાનમાં રતન ટાટાને ‘ગોવા’ નામના શ્વાન સાથે ખૂબ લગાવ છે. ગોવા આખો દિવસ રતન ટાટાની ઓફિસમાં વિતાવે છે. રતન ટાટા તેમની દરેક મીટિંગમાં તેની સાથે હોય છે. ગોવા પહેલા એક સ્ટ્રીટ ડોગ હતો, જે ગોવા શહેરમાં રસ્તા પર ફરતી વખતે મળ્યો હતો. જ્યારે ગોવા નાનો હતો ત્યારે રતન ટાટા તેમને તેમની ઓફિસમાં લાવ્યા હતા. પછી તેની સંભાળ લીધી.