અભિનેત્રીઓ બાદ હવે દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા પણ થયા ડીપફેક વીડિયોના શિકાર, પોતે જ સ્ટોરી શેર કરીને આપી જાણકારી, જુઓ

રતન ટાટાની ભલામણ પર જો તમે પણ કરી રહ્યા છો રોકાણ, તો થઇ જાવ સાવધાન, દિગ્ગજ ઉદ્યોગપતિએ પોતે જ લોકોને આપી ચેતવણી, જુઓ

Ratan Tata Deepfake Video Viral : આજે ટેક્નોલોજી ખુબ જ આગળ વધી ગઈ છે અને આજે ઘણા ક્ષેત્રોમાં પ્રગતિ પણ થતી જોવા મળે છે, પરંતુ બીજી તરફ ટેક્નોલોજીનો દુરપયોગ પણ થતો જોવા મળે છે. છેલ્લા ઘણા સમયથી ડીપફેક વીડિયોને લઈને સતત ચર્ચાઓ ચાલતી આવી છે, કેટલીક અભિનેત્રીઓના પણ ડીપફેક વીડિયો માર્કેટમાં ફરતા આવ્યા છે અને ઘણા લોકોએ આવા વીડિયોનો વિરોધ પણ નોંધાવ્યો છે, ત્યારે આ ક્રમમાં હવે દેશના અગ્રણી ઉદ્યોગપતિ રતન ટાટાનું નામ પણ સામેલ થઇ ગયું છે.

રતન ટાટાનો ડીપફેક વીડિયો :

ડીપફેક વીડિયો દ્વારા મોટી હસ્તીઓના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે. બોલિવૂડ સેલિબ્રિટીઓ ઉપરાંત, ઠગ્સે પીઢ ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાને પણ નિશાન બનાવ્યા છે. વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં જોખમ મુક્ત અને 100 ટકા ગેરંટી સાથે “હાઇપ્ડ ઇન્વેસ્ટમેન્ટ” કરવા માટે રતન ટાટાના નામનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.

લોકોને રોકાણ કરવા માટે વીડિયોમાં ભલામણ :

બુધવારે આ વીડિયો પર રતન ટાટાએ ખુદ લોકોને એલર્ટ કર્યા હતા. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે આ વીડિયો ફેક છે. ઇન્સ્ટાગ્રામ પરની એક પોસ્ટમાં, રતન ટાટાએ સોના અગ્રવાલ નામના યુઝર દ્વારા રોકાણની ભલામણ કરતા વીડિયોમાં તેના નકલી ઇન્ટરવ્યુનો ઉપયોગ કરવા બદલ પોસ્ટની ટીકા કરી હતી. નકલી વીડિયોમાં રતન ટાટા સોના અગ્રવાલને પોતાની મેનેજર તરીકે બોલાવતા જોવા મળે છે.

રતન ટાટાએ શેર કરી સ્ટોરી :

વિડિયો પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, “ભારતમાં દરેક માટે રતન ટાટા તરફથી ભલામણ. 100 ટકા ગેરંટી સાથે આજે તમારા રોકાણને જોખમમુક્ત બનાવવાની આ તમારી તક છે. હવે ચેનલ પર જાઓ.” વીડિયોમાં લોકોના ખાતામાં પૈસા આવતા હોવાના મેસેજ પણ બતાવવામાં આવ્યા હતા. હવે રતન ટાટાએ વીડિયો પર ફેક લખીને અને વીડિયોના કેપ્શનના સ્ક્રીનશૉટ પર પોતાના ફોલોઅર્સને ચેતવણી આપી છે.

Niraj Patel