રણબીર કપૂર રશ્મિકા મંદાના પાસે શીખી રહ્યો છે તેલુગુ, વીડિયો વાયરલ થયા બાદ લોકોએ કરી ખૂબ તારીફ

રશ્મિકા મંદાના સાથે તેલુગુ શીખી રણબીર કપૂરે પેપરાજીને કહી આ વાત, એનિમલના પ્રમોશનથી ખૂબ વાયરલ થયો વીડિયો

રણબીર કપૂર અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ એનિમલ રિલીઝ થવાને બસ હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે હવે આ બંને સ્ટાર ફિલ્મના પ્રમોશનમાં જોડાઇ ગયા છે. હાલમાં જ બંનેને પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવ્યા. આ દરમિયાન રશ્મિકા મંદાના રણબીર કપૂરને તેલુગુ શીખવતી જોવા મળી.

રણબીર રશ્મિકા પાસે શીખી રહ્યો છે તેલુગુ

રશ્મિકાએ પોતાની કારકિર્દીનો મોટાભાગનો સમય સાઉથની ફિલ્મોમાં વિતાવ્યો છે. જો કે, તે છેલ્લા કેટલાક સમયથી હિન્દી સિનેમામાં કામ કરી રહી છે. પણ તેની માતૃભાષા સિવાય આ ભાષા પર પણ અભિનેત્રીની કમાન વધુ મજબૂત બની છે. તાજેતરમાં જ્યારે રણબીર અને રશ્મિકા ફિલ્મના પ્રમોશન માટે પહોંચ્યા ત્યારે પેપરાજીઓએ રણબીરને તેલુગુ ભાષામાં કંઈક કહેવાનું કહ્યું.

કેમેરા સામે કરી તેલુગુમાં ચિટચેટ

આના પર રણબીરે પૂછ્યું કે તે તેલુગુ કેવી રીતે જાણે છે, જેના જવાબમાં ફોટોગ્રાફરે કહ્યું કે તે તેની માતૃભાષા છે. રણબીરે ફોટોગ્રાફરને ‘અંદરકી નમસ્કારમ’ (હેલો) કહ્યું. આ પછી રશ્મિકાએ તેને ‘નેનો બગુનાનુ મીરુ બાગુનારુ’ (હું ઠીક છું, તમે કેમ છો) બોલતા શીખવ્યું. બંનેએ કેમેરાની સામે થોડી ચિટચેટ કરી અને આ દરમિયાન અભિનેત્રી રણબીરને તેલુગુ શીખવતી જોવા મળી.

લોકોએ કરી ખૂબ તારીફ

ત્યારે રણબીર અને રશ્મિકાનો આ વીડિયો વાયરલ થયા બાદ લોકોએ પણ રણબીરની અને આ જોડીની ખૂબ તારીફ કરી. બુધવારે બંને સ્ટાર્સ ઇન્ડિયન આઈડલના સેટ પર જોવા મળ્યા હતા. લુકની વાત કરીએ તો, રશ્મિકા ગુલાબી ઝરી એમ્બ્રોઇડરી સાડીમાં જ્યારે રણબીર બ્લૂ ફોર્મલ લુકમાં જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

જણાવી દઇએ કે, રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની ફિલ્મ એનિમલ એક જબરદસ્ત એક્શન ફિલ્મ છે. ફિલ્મના પોસ્ટર અને ગીતો રિલીઝ થઈ ગયા છે. આ ફિલ્મમાં બોબી દેઓલ વિલનની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina