પહેલા આવી દેખાતી, અત્યારે થઇ ગઈ સુપર હોટ અને બોલ્ડ…જુઓ તસવીરો
ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઇ ટીવી ધારાવાહિકમાં વહુના પાત્રમાં જ અને એકદમ ટ્રેડીશનલ લુકમાં નજરે પડી છે અને ફેન્સે તેને તે પાત્રમાં ખૂબ જ પ્રેમ આપ્યો હતો પરંતુ હવે રશ્મિમાં પરિવર્તન આવ્યુ છે. રશ્મિનો હવે મોર્ડન અવતાર દેખાઇ રહ્યો છે.

રશ્મિ દેસાઇ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવાર-નવાર તેની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતી રહે છે. રશ્મિ તેના ફોટોશૂટને લઇને ખૂબ જ ચર્ચામાં રહે છે. તેના ફોટોઝ આવતાની સાથે જ વાયરલ થઇ જાય છે.

કયારેક ટીવી પર ટ્રેડિશનલ રોલ નિભાવનારી રશ્મિ હવે ખૂબ જ મોર્ડન થઇ ગઇ છે. તેની બધી જ તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ જ ધમાલ મચાવે છે. આવામાં જ ક્રિસમસ પર રશ્મિનું એક ગીત રીલિઝ થયુ હતુ. આ ગીતના લિરિક્સ “અબ કયા જાન લેગી મેરી” હતા.. આ ગીતમાં રશ્મિ ઉપરાંત શાહીર શેખ અને સના સઇદ પણ જોવા મળ્યા હતા.
રશ્મિએ વર્ષ 2006માં ટીવી ઇન્ડસ્ટીમાં ડેબ્યુ કર્યુ હતું. તે ટીવી શો “રાવણ”માં મંદોદરીના પાત્રમાં જોવા મળી હતી. આ ઉપરાંત તે પરી હું મેં, મીત મિલા દે રબ્બા અને ઉત્તરન જેવા ધારાવાહિકમાં કામ કરી ચૂકી છે. બધા જ ધારાવાહિકમાં રશ્મિ ટ્રેડિશનલ અવતારમાં જ જોવા મળી છે.
હવે રશ્મિ ટ્રેડિશનલ નહિ પરંતુ મોર્ડન અવતારમાં જોવા મળે છે. રશ્મિના બોલ્ડ ફોટોઝ ઇન્ટરનેટ પર આગ લગાવી દે છએ. રશ્મિના આ પરિવર્તનથી ટીવી સ્ટાર્સ પણ હેરાન છે અને બધા તેની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.
