રશ્મિ દેસાઇએ સ્વેગથી જીત્યુ ચાહકોનું દિલ, થોડી જ વારમાં તસવીરોને મળી લાખો લાઇક્સ

આ સંસ્કારી અભિનેત્રીએ ડીપ નેક ડ્રેસમાં એવું દેખાડ્યું કે જોતા જ બેહોશ થઇ જશો- જુઓ

ટીવી ધારાવાહિક “ઉતરન” ફેમ અને નાના પડદાની જાણિતી અભિનેત્રી રશ્મિ દેસાઇ કોઇના કોઇ કારણસર લાઇમલાઇટમાં રહે છે. તેણે તેની બોલ્ડનેસ અને ક્યુટનેસથી કરોડો ચાહકોનું દિલ જીત્યુ છે. બિગબોસ-13ની કંટેસ્ટેંટ રહી ચૂકેલી રશ્મિ દેસાઇ પહેલા કરતા વધુ ગ્લેમરસ અને બોલ્ડ થઇ ગઇ છે. તેના ઘણા ગ્લેમરસ અને બોલ્ડ ફોટોશૂટ વાયરલ થતા રહે છે.

હાલમાં જ તે બિગબોસ ઓટીટીમાં ગેસ્ટ તરીકે સામેલ થઇ હતી. તે શોમાં બ્લુ આઉટફિટમાં પહોંચી હતી. આ લુકમાં તે ઘણી ગ્લેમરસ લાગી રહી હતી. તેણે આ આઉટફિટમાં ફોટોશૂટની કેટલીક તસવીર ચાહકો સાથે શેર કરી છે. રશ્મિએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર બ્લુ આઉટફિટ વાળી કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.

તે આ તસવીરોમાં ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે. રશ્મિ દેસાઇએ બ્લુ શિમરી ડ્રેસ પહેર્યો છે. તેણે તેની ઉપર પુલઓવર અને ફ્રોકનો કોમ્બિનેશન આઉટફિટ કેરી કર્યો છે. રશ્મિના આ શોર્ટ ડ્રેસ પર ડાયમંડ અને સ્ટોન્સ લાગેલી છે, જે તેના આઉટફિટ અને ખૂબસુરતીમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે.

તસવીરોમાં તમે જોઇ શકો છો કે તેણે આ લુક સાથે મેકઅપ કર્યો છે અને વાળને ખુલ્લા રાખ્યા છે. તેની હેર સ્ટાઇલ અને મેકઅપ મશહૂર મેકઅપ આર્ટિસ્ટ તન્વી વાઘેલાએ કર્યો છે. રશ્મિએ ડિઝાઇનર યોગિતા કદમનો ડિઝાઇન કરેલો આઉટફિટ પહેર્યો છે.

રશ્મિને સૌથી પહેલા ઓળખ પોપ્યુલર ટીવી શો “ઉતરન”થી મળી હતી. આ ધારાવાહિકમાં તેણે તપસ્યા એટલે કે તપ્પુનું પાત્ર નિભાવ્યુ હતુ. રશ્મિ ઝલક દિખલા જા, નચ બલિયે, ફિયર ફેક્ટર : ખતરો કે ખિલાડી, જેવા રિયાલિટી શોનો ભાગ પણ રહી ચૂકી છે.

રશ્મિના વર્કફ્રંટની વાત કરીએ તો, તેણે હાલમાં જ ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યુ છે. તે વેબસીરીઝ “તંદૂર”માં જોવા મળી હતી. જેમાં તેના કામની ઘણી સરાહના કરવામાં આવી હતી. તેની પોપ્યુલારિટીમાં જબરદસ્ત ઉછાળો ત્યારે આવ્યો જયારે તેણે બિગબોસ-13માં ભાગ લીધો. આશોના વિનર દિવંગત અભિનેતા સિદ્ધાર્થ શુક્લા બન્યા હતા. પરંતુ રશ્મિપણ લોકપ્રિય કંટેસ્ટેંમાંની એક હતી.

Shah Jina