આપણી આસપાસ અને અને આપણે જયારે ક્યાંક બહાર જઈએ ત્યારે ઘણા એવા નજારા જોતા હોઈએ છીએ જેને કેમેરા અને આંખોમાં કેદ કરી લેવાનું મન થઇ જાય. એ નજારાઓ આપણી યાદોમાં હંમેશા રહેતા હોય છે. પરંતુ કેટલીક દુર્લભ વસ્તુઓ પણ ક્યારેક જ જોવા મળતી હોય છે. આજે અમે તમને એવી જ કેટલીક તસવીરો બતાવીશું જે જોવું પણ તમારા માટે એક સૌભાગ્ય હશે.
1. 150 મિલિયન વર્ષ જૂનો પથ્થર:
આપણા દેશની અંદર પણ ઘણા એવા પથ્થરો અને શિલ્પો મળી આવે છે જે હજારો વર્ષો જુના હોય છે પરંતુ તમે ક્યારેય 150 મિલિયન વર્ષ જૂનો પથ્થર નહિ જોયો હોય.
2. રણમાં ખીલવા વાળા ગુલાબ:
આપણે માત્ર સાંભળ્યું જ હોય છે કે રણમાં ક્યારેય ગુલાબ નથી ખીલતું પરંતુ આ તસ્વીર જોઈને તમારી એ ધારણા ખોટી પડી જશે. કારણ કે આ રણમાં ખીલેલું ગુલાબ છે.
3.પાંદડા ઉપર જામેલો બરફ:
કુદરત પાસે ઘણી જ સુંદરતા છે અને તેની સુંદરતાનું આ એક માત્ર ઉદાહરણ છે. પાંદડા ઉપર બરફ જામી ગયા બાદ તેને પ્રતિકૃતિ કેટલી સુંદર લાગે છે.
4. નાના છોડ ઉપર ઉગેલું સફરજ:
સફરજનના ઝાડ તો આપણે ઘણા જોયા હશે પરંતુ તમે આ પહેલીવાર કોઈ નાના છોડ ઉપર ઉગેલું સફરજન જોઈ રહ્યા છો.
5. મરઘીના બચ્ચા આવા પણ હોય છે:
આપણી આસપાસ આપણે ઘણા મરઘીના બચ્ચા જોયા હશે, પરંતુ આટલા સુંદર બચ્ચા તમને ભાગ્યે જ જોવા મળશે.
6. સૂર્યના પ્રકાશમાં ચમકતો ઉલ્કાપિંડ:
ઉલ્કાપિંડ બહુ ઓછા લોકોએ જોયો હશે, પરંતુ સૂર્યના પ્રકાશમાં ચમકતા આ ઉલ્કાપિંડને જોવાનો પણ એક અદ્ભૂત લ્હાવો છે.
7. સમુદ્રની અંદર બનેલી પ્રતિમા:
ધરતી ઉપર આપને ઘણી પ્રતિમાઓ જોઈ હશે, પરંતુ સમુદ્રની અંદર બનેલી પ્રતિમા ક્યારેય નહીં જોઈ હોય. Ocean Atlas, Bahamasમાં આ પ્રતિમા બનેલી છે.
8. ઝાડની ઉપર પણ ઝાડ:
આપણે મોટાભાગે ઝાડ ઉપર વેલા ઉગતા તો જોયા હશે, પરંતુ ક્યારેય ઝાડ ઉપર ઝાડ ઉગતું નહિ જોયું હોય. પરંતુ આવું બન્યું છે જે તસ્વીરમાં તમે જોઈ શકો છો.
9. આ આઇલેન્ડની રેતી તો જુઓ:
મોટાભાગે આપણે સફેદ રંગની રેતી જ જોઈ હશે, પરંતુ આ આઇલેન્ડની રેતીનો રંગ કાળો છે. જે ભાગ્યે જ તમે જોયો હશે.