સોશિયલ મીડિયામાં વાયરલ થયો અજીબો ગરીબ કબૂતરનો વીડિયો, જોઈને લોકો પણ રહી ગયા હેરાન, તમે જોયો કે નહિ ?, જુઓ

આવું વિચિત્ર કબૂતર તમે પણ આજ પહેલા ક્યારેય નહિ જોયું હોય ? જોઈને તમારી આંખો પણ થઇ જશે ચાર, જાણો આવું કબૂતર ક્યાં જોવા મળે છે ?

English Pouter Video : સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષયને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે આ વાયરલ વીડિયોમાં ઘણીવાર કેટલાક એવા વિચિત્ર પ્રાણીઓ પણ જોવા મળે છે જેને જોઈને લોકો હેરાન રહી જતા હોય છે, ત્યારે હાલ એક કબૂતરનો વીડિયો સોશિયલ મીડિયામાં લોકોને અચરજ પમાડી રહ્યો છે.

કબૂતર જોવામાં ખૂબ જ સુંદર અને મનોહર પક્ષી છે. રાજાઓ અને બાદશાહોના જમાનામાં આ કબૂતરો સંદેશાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હતા. તે રાજાઓના સંદેશાવાહક તરીકે કામ કરતા. આજે પણ આપણા ઘરની છત પર, બાલ્કનીઓમાં અને રસ્તાની બાજુમાં કબૂતરોના ટોળા જોવા મળે છે. આમાં સફેદ અને રાખોડી રંગના કબૂતરો જોવા મળે છે.

લોકો આ કબૂતરોને ખવડાવે છે અને પાણી આપે છે. પરંતુ અમે તમને જે કબૂતર બતાવવા જઈ રહ્યા છીએ, તે અન્ય કબૂતરોથી ઘણું અલગ છે. ટ્વિટર પર @TheFigen_ નામના પેજ દ્વારા આ કબૂતરનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે “મેં આ પ્રકારનું કબૂતર પહેલીવાર જોયું છે! આને શું કહેવાય.?

9 સેકન્ડના આ વીડિયોમાં એક કબૂતર પાર્કમાં બેઠેલું જોવા મળે છે. પરંતુ આ જોઈને તમે વિચારમાં આવી જશો, કારણ કે તે અન્ય કબૂતરો જેવું બિલકુલ દેખાતું નથી. આ એક દુર્લભ પક્ષી છે. પક્ષીના પગ સફેદ રંગના અને ઘણા લાંબા છે, તેની સાથે પીછાઓ જોડાયેલા હોય છે. આ સિવાય તેની ગરદનનો ભાગ ઘણો જાડો છે જેને જોઈને એવું લાગે છે કે તેની ગરદનમાં કંઈક ફસાઈ ગયું છે.

આ દુર્લભ કબૂતરનો વિડિયો જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 60 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયો પર અત્યાર સુધીમાં 14 હજાર લાઈક્સ પણ આવી ચૂકી છે. લોકો વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને તેના નામનો અંદાજ લગાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઘણા પ્રાણીઓની ઘણી જાતો હોય છે, તેવી જ રીતે કબૂતરોમાં પણ ઘણી જાતો હોય છે. તેમાંથી એક આ કબૂતર છે, જેને પાઉટર કબૂતર કહેવામાં આવે છે અને તે ઈંગ્લેન્ડમાં જોવા મળે છે.

Niraj Patel