અંબાણી પરિવારના ગણેશ સ્થાપનાથી લઈને વિસર્જન સુધી જોવા મળી અનોખી ધૂમ, અભિનેતા રણવીર સિંહે તો નજારો જ બદલી નાખ્યો, જુઓ એક્સક્લુઝિવ વીડિયો

હાલ આખા દેશમાં ગણપતિ મહોત્સવની ધૂમ ચાલી રહી છે. ઠેર ઠેર ગણપતિ પંડાલો પણ જોવા મળી રહ્યા છે, સામાન્ય માણસથી લઈને સેલેબ્સ પણ બાપ્પાના આ તહેવારને ખુબ જ ધામધૂમથી મનાવતા હોય છે, ઘણા લોકો બાપ્પાનું ત્રણ દિવસે વિસર્જન કરે છે તો ઘણા લોકો પાંચ દિવસે વિસર્જન કરતા હોય છે. ઘણા લોકો બાપ્પાની 10 દિવસ સુધી પણ પધરામણી કરતા હોય છે. ત્યારે દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પણ પોતાના ઘરે ગણેશજીને બિરાજમાન કર્યા હતા.

ગુરુવારે રાત્રે અંબાણી પરિવારે તેમના ઘરે લાવેલા ગણપતિ બાપ્પાને વિદાય આપી હતી. આ દરમિયાન બોલિવુડ ઇન્ડસ્ટ્રીના પાવર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ આ સફરમાં તેમના સાથી બન્યા હતા. 31 ઓગસ્ટે ગણેશ ચતુર્થીના અવસર પર અંબાણી પરિવારના ઘરે ગણપતિ બાપ્પાનું આગમન થયું હતું.

બાપ્પાને ઘરે લાવીને તેમની સેવા કર્યા પછી મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી અને પરિવારના અન્ય સભ્યોએ ગુરુવારે સાંજે ગણપતિ વિસર્જન કર્યું હતું. આ દરમિયાન બોલિવૂડના લોકપ્રિય કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ તેમની સાથે જોવા મળ્યા હતા. અંબાણી પરિવારે ગણપતિ બાપ્પાને ધામધૂમથી વિદાય આપી.

આ દરમિયાન પરિવારના સભ્યો અને રણવીર-દીપિકા ફૂલોથી શણગારેલી ઓપન ટ્રકમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા અને ભગવાન ગણપતિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. રણવીર આ દરમિયાન એથનિક આઉટફિટમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો અને આ સાથે અભિનેતાએ સનગ્લાસ પણ કેરી કર્યા હતા. દીપિકા ટ્રેડિશનલ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

તો આ દરમિયાન એક અન્ય વીડિયો પણ હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જે મુકેશ અંબાણીના ઘરે ગણપતિ સ્થાપના દરમિયાનનો છે. જેમાં પણ રણવીર સિંહ ધૂમ મચાવતો હોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં રણવીર સિંહ અને બોલીવુડના લોકપ્રિય ગુજરાતી ગાયક પાર્થિવ ગોહિલ દેવા શ્રી ગણેશા ગીત ઉપર ધૂમ મચાવતા હોવા મળી રહ્યા છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે, મુકેશ અંબાણી અને તેમનો આખો પરિવાર એક મંડપ નીચે ઉભો છે. મુકેશ અંબાણી પણ ત્યાં ઉભા છે. તેમજ રણવીર સિંહ અને પાર્થિવ ગોહિલ માઈક ઉપર ખુબ જ ઉત્સાહ સાથે દેવા શ્રી ગણેશા ગીત લલકારી રહ્યા છે. છેલ્લે રણવીર સિંહ ખુબ જ ઉત્સાહ સાથે ગણપતિ બાપ્પા મોરિયા બોલીને આખો જ માહોલ જબરદસ્ત બનાવી દે છે.

તમને જણાવી દઈએ કે પાર્થિવ ગોહિલ ગુજરાતના ખુબ જ લોકપ્રિય ગાયક છે, તેમને બોલીવુડમાં પણ ઘણા બધા ગીતો આપ્યા છે. તેમને દેવદાસ અને સાંવરિયા જેવી હિટ ફિલ્મોમાં પણ ગીતો ગાયા છે, આ ઉપરાંત તે ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં પણ ગીતો ગાઈ ચુક્યા છે. તો વાત કરીએ રણવીર સિંહની તો તે અને આલિયા ભટ્ટ સાથે કરણ જોહરની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની અને રોહિત શેટ્ટીની સકર્સમાં જોવા મળશે.

Niraj Patel