બર્થ ડે બોય રણવીર સિંહના અતરંગી અવતારો, એવા એવા કપડાં પહેર્યા કે ચાહકો પણ કરવા લાગ્યા ટ્રોલ, જુઓ તસવીરો

બોલીવુડ અભિનેતા રણવીર સિંહનું ઇન્ડસ્ટ્રીમાં એક મોટું નામ છે, લાખો લોકો તેના અભિનયના દીવાના છે, રણવીર સિંહે અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે લગ્ન કર્યા છે અને આ કપલ ચાહકોનું હોટ ફેવરિટ પણ છે. રણવીર સિંહ પોતાના અભિનય ઉપરાંત પોતાની સ્ટાઇલ અને કપડાંને લઈને હંમેશા ચર્ચામાં રહેતો હોય છે.

રણવીર સિંહને ઘણીવાર એવા એવા કપડામાં સ્પોટ કરવામાં આવે છે જેની તસવીરો સામે આવતા જ લોકો મજાક પણ બનાવવા લાગે છે અને ઘણા લોકો માથું પણ પડકી લેતા હોય છે. ઘણીવાર રણવીરને કપડાના કારણે ટ્રોલ પણ કરવામાં આવે છે, પરંતુ આ બધાની કોઈ અસર રણવીર ઉપર થતી નથી અને તે પોતાની મસ્તીમાં જ રહે છે.

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અસામાન્ય ફેશન માટે પ્રખ્યાત અભિનેતા રણવીર સિંહનો આજે જન્મદિવસ છે. રણવીર આજે તેનો 37મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. રણવીરનો જન્મ 6 જુલાઈ 1985ના રોજ મુંબઈમાં થયો હતો. તેની કારકિર્દીમાં રણવીરે પડદા પર અભિનેતાથી ખલનાયક સુધીના પાત્રો મજબૂતીથી નિભાવ્યા છે.

અત્યાર સુધી રણવીરના ખાતામાં ઘણી સુપરહિટ ફિલ્મો છે. રણવીર આજે જ્યાં છે ત્યાં પહોંચવાની સફર તેના માટે સરળ ન હતી. અભિનેતાએ પોતાના દમ પર ઈન્ડસ્ટ્રીમાં એક ઓળખ બનાવી છે. રણવીર ઈન્ડસ્ટ્રીના હાઈ પેઈડ સ્ટાર્સમાંથી એક છે. તે એક ફિલ્મ માટે તગડી ફી લે છે.

કાર, પ્રોપર્ટી અને બંગલા સિવાય રણવીર સિંહ પાસે મોંઘા કપડા અને શૂઝનું જંગી કલેક્શન છે. Caknowledge.comના રિપોર્ટ અનુસાર, રણવીર સિંહની કુલ નેટવર્થ 223 કરોડથી વધુ છે. બીજી તરફ રણવીર સિંહ પાસે લગભગ 300 કરોડની પ્રોપર્ટી છે. આટલું જ નહીં, અભિનેતાને મોંઘા ચંપલનો ખૂબ શોખ છે. તેની પાસે જૂતાનો વિશાળ સંગ્રહ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતા પાસે એક હજારથી વધુ શૂઝ છે, જેની કિંમત 68 લાખ રૂપિયાથી વધુ છે.

રણવીર સિંહે 2015માં દક્ષિણ મુંબઈમાં 8 કરોડમાં લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. આ સિવાય તેનો મુંબઈમાં સમુદ્ર કિનારે બીજો ફ્લેટ પણ છે. આ ફ્લેટ તેણે થોડા સમય પહેલા 15 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ ઉપરાંત રણવીરનો ગોવામાં 9 કરોડથી વધુની કિંમતનો બંગલો પણ છે.

અભિનેતાના અંગત રોકાણની વાત કરીએ તો તે લગભગ 75 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઉપરાંત અહેવાલો અનુસાર, રણવીર સિંહ એક ફિલ્મ માટે લગભગ 20 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ સાથે રણવીર લગભગ બે ડઝન બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે. તેને બ્રાન્ડ એન્ડોર્સ કરવા માટે 4-5 કરોડ રૂપિયા મળે છે. ફોર્બ્સના એક રિપોર્ટ અનુસાર, રણવીર સિંહ એક વર્ષમાં 21 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે.

Niraj Patel