“83”ના ગ્રાન્ડ પ્રીમિયરમાં દીપિકા પાદુકોણે નેકલાઇન ગાઉનમાં વરસાવ્યો કહેર, દીપિકાને જોતા રણવીર સિંહ જ નહિ કેમેરા પણ થઇ ગયા ફ્રીઝ

રણવીર સિંહની ફિલ્મ ’83’ની રિલીઝ પહેલા બુધવારે રાત્રે ગ્રાન્ડ પ્રીમિયરનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ફિલ્મના સ્ક્રીનિંગમાં સ્ટાર્સનો મોળાવડો જોવા મળ્યો હતો. આ ભવ્ય પ્રીમિયર દરમિયાન માત્ર ફિલ્મી હસ્તીઓ જ નહીં પરંતુ ક્રિકેટ જગતના સ્ટાર્સ પણ રેડ કાર્પેટ પર જોવા મળ્યા હતા. સ્ક્રિનિંગમાં ફિલ્મના સ્ટાર્સ અને ક્રૂ મેમ્બર્સ પહોંચ્યા હતા, પરંતુ જેના પર બધાની નજર અટકી ગઇ તે હતી દીપિકા પાદુકોણ..

આ ફિલ્મમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પતિ-પત્નીની ભૂમિકામાં છે. રણવીર ક્રિકેટર કપિલ દેવની ભૂમિકામાં છે, જ્યારે દીપિકા તેની પત્ની રૂમી ભાટિયાની ભૂમિકામાં છે. ફિલ્મના સ્ક્રિનિંગમાં રણવીર સિંહ પોતાની જૂની સ્ટાઈલમાં બધા સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો. દીપિકા સાથે તેની જોડી પણ રેડ કાર્પેટ પર ખૂબ જ જામતી જોવા મળી હતી અને બંને વચ્ચેની કેમિસ્ટ્રી કેમેરામાં કેદ પણ થઈ ગઈ હતી.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બોલિવૂડના સૌથી હોટ અને ગ્લેમરસ કપલ્સમાંથી એક છે. બંને એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવામાં અચકાતા નથી. બુધવારે, રણવીર અને દીપિકા તેમની ફિલ્મ 83 ના સ્ક્રિનિંગમાં દેખાયા હતા, જ્યાં બંનેની પ્રેમાળ બોન્ડિંગે ચાહકોને ખુશ કરી દીધા હતા. રણવીર અને દીપિકા પાદુકોણ બ્લૂ એન્ડ વ્હાઇટ કોમ્બિનેશનમાં પહોંચ્યા હતા.

રણવીરે સફેદ સૂટ પહેર્યો હતો, તો દીપિકા પાદુકોણ ડીપ નેક ગાઉનમાં જોવા મળી હતી. રણવીર અને દીપિકાની કેમેસ્ટ્રી જોતાં જ બને છે. બંને એકબીજા સાથે પોતાની ફિલિંગ્સ શેર કરતા જોવા મળ્યા હતા.તમામ મહેમાનોની વચ્ચે પણ રણવીર પોતાની પત્નીને ભૂલ્યો ન હતો, તે તેની સાથે દરેક વાત શેર કરતો જોવા મળ્યો હતો, દીપિકા પણ દરેક વાત ધ્યાનથી સાંભળી રહી હતી.

રણવીર સિંહ અને દીપિકાએ એકબીજા સાથે ઘણી તસવીરો પણ ક્લિક કરાવી હતી. રણવીર સિંહ દીપિકાના કાનમાં કંઈક કહેતો પણ જોવા મળ્યો હતો, જ્યારે દીપિકા તેની વાત સાંભળીને હસતી હતી. રણવીરે કેમેરાની સામે દીપિકાને પ્રેમથી કિસ પણ કરી હતી. આ તસવીરો બંને વચ્ચેના પ્રેમાળ બોન્ડિંગને દર્શાવી રહી હતી.

ફિલ્મના દિગ્દર્શક કબીર ખાન તેમની પત્ની અને બાળકો સાથે ફિલ્મની સ્ક્રીનિંગમાં હાજર રહ્યા હતા. તેણે પત્ની મીની માથુર સાથે ઘણી બધી તસવીરો ક્લિક કરાવી હતી. જણાવી દઈએ કે કોરોના વાયરસ લોકડાઉનને કારણે 83ની રિલીઝ બે વર્ષથી અટકી પડી હતી. આ જ કારણ છે કે ફિલ્મની સ્ક્રીનિંગમાં રણવીર સિંહ સૌથી વધુ ઉત્સાહિત દેખાયો.

કપિલ દેવ તેમની પત્ની રોમી સાથે 83ની સ્ક્રીનિંગમાં પહોંચ્યા. આ દરમિયાન તેમની ખુશી નજરે પડી રહી હતી. સ્ક્રિનિંગ દરમિયાન, ફિલ્મની સ્ટાર કાસ્ટએ દરેક ક્ષણને યાદગાર બનાવવામાં કોઈ કસર છોડી નથી.

જ્યારે ફિલ્મની આખી સ્ટારકાસ્ટ સ્ક્રિનિંગમાં એકઠી થઈ ત્યારે દરેક લોકો ઉત્સાહિત થઈ ગયા હતા. સ્કિનિંગ દરમિયાન રણવીર સિંહે તેની જુસ્સાદાર સ્ટાઈલથી વાતાવરણને વધુ ખુશનુમા બનાવી દીધું હતું. રણવીર સિંહની ખાસ મિત્ર અને અભિનેત્રી આલિયા ભટ્ટ પણ સ્ક્રીનિંગમાં જોવા મળી હતી. આયુષ્માન ખુરાના પણ કબીર ખાન દિગ્દર્શિત ફિલ્મને સ્ટાઇલિશ અંદાજમાં આવ્યો હતો.

દીપિકા પાદુકોણનો આખો પરિવાર પણ ફિલ્મ 83ની સ્ક્રીનિંગમાં જોવા મળ્યો હતો. દીપિકા પાદુકોણે પણ માતા-પિતા અને બહેન સાથે પોઝ આપ્યા હતા. અંગદ બેદી અને નેહા ધૂપિયા પણ રણવીર સિંહની ફિલ્મ જોવા આવ્યા હતા.

બોલિવૂડ ફિલ્મોમાં પોતાના ડાન્સથી ધૂમ મચાવનાર નોરા ફતેહી પણ 83ની સ્ક્રીનિંગમાં આવી હતી. આ દરમિયાન નોરાએ સુંદર બ્લેક ડ્રેસ પહેર્યો હતો. રણવીર સિંહ અને કરણ જોહરનું બોન્ડિંગ જોતાં જ બને છે. કરણ 83 ના સ્ક્રીનિંગમાં ના આવે આ કેવી રીતે બની શકે..

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina