હુસ્ન અને ફિટનેસનું કોકટેલ, આ દેશી અભિનેત્રીનું ફોટોશૂટ જોઈને તમે પણ આવું જ કહેશો

ભોજપુરી ઇન્ડસ્ટ્રીની ક્વીન તરીકે ઓળખાતી અભિનેત્રી રાની ચેટર્જીએ પોતાના અભિનય અને લાજવાબ અદાઓના દમ પર ઇન્ડસ્ટ્રીમાં ખાસ મુકામ મેળવી લીધું છે.રાની હંમેશા કોઈને કોઈ કારણને લીધે લાઇમલાઇટમાં બનેલી રહે છે. ફિલ્મો સિવાય રાની સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની નવી નવી તસવીરો પોસ્ટ કરતી રહે છે.

એવામાં એકવાર ફરીથી રાનીએ લાજવાબ ફોટોશૂટ કરાવ્યું છે અને તસવીરો પોતાના એકાઉન્ટ પર શેર કરી છે. રાનીની આ તસવીરોએ ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે અને તેને જોઈને ચાહકોનો પરસેવો છૂટી ગયો છે.

રાનીએ એક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તેણે રેડ કલરનું ડીપનેક હાઈ થાઈ સ્લિટ ગાઉન પહેરી રાખ્યું છે, આ સ્ટનિંગ ગાઉનમાં રાનીની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા છે. આ સુંદર ડ્રેસમાં રાની અલગ અલગ પોઝ આપી રહી છે.ખુલ્લા વાળ, સ્મોકી આઈમેકઅપ અને હાઈ હિલ્સની સાથે રાનીએ પોતાના લુકને કમ્પ્લીટ કર્યો છે. આ ડ્રેસમાં રાની એકદમ સ્લિમ ફિટ દેખાઈ રહી છે.

તસવીર પર રાનીએ કૈપ્શનમા લખ્યું કે,”મારું દિલ થમી જાય છે જ્યારે તું મને જોવે છે”.રાનીનો આ નવો અવતાર ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. ચાહકોએ તેને રેડ ચીલી, ગોર્જીયસ, બ્યુટીફૂલ અને સ્ટનિંગ જેવી કમેન્ટ્સ પણ કરી છે.

જણાવી દઈએ કે રાની પોતાના વ્યસ્ત સમયમાં પણ પોતાની ફિટનેસનું પૂરતું ધ્યાન રાખે છે. રાની એક દિવસ પણ પોતાનું વર્કઆઉટ કરવાનું નથી ચૂકતી. રાની જીમમાં વ્યાયામ કરતો વીડિયો અને તસવીરો પણ પોતાના એકાઉન્ટ પર શેર કરે છે.

Krishna Patel