એરપોર્ટ પર ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટને પ્રોટેક્ટ કરતા નજર આવ્યા રણબીર કપૂર, ચાહકોએ કહ્યુ- પ્રોટેક્ટિવ બોયફ્રેન્ડ

જોધપુર એરપોર્ટ પર આલિયા ભટ્ટને ભીડથી પ્રોટેક્ટ કરતા જોવા મળ્યા રણબીર કપૂર, જુઓ તસવીરો

બોલિવુડના સૌથી મશહૂર કપલ્સમાંના એક આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હાલમાં જ જોધપુર પહોંચ્યા હતા અને આ દરમિયાન તે બંનેની કેટલીક તસવીરો ફોટોગ્રાફરે તેમના કેમેરામાં કેદ કરી હતી. આ દરમિયાનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ચર્ચા છે કે તે બંને તેમનું વેડિંગ વેન્યુ પણ જોઇ રહ્યા છે. આ વચ્ચે તેમની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં રણબીર કપૂર આલિયા ભટ્ટને પ્રોટેક્ટ કરતા જોવા મળી રહ્યા છે.

જોધપુર એરપોર્ટ પર આલિયા અને રણબીર કપૂર પહોંચે છે ત્યારે ચાહકોની ઘણી ભીડ જમા થઇ ગઇ હોય છે. આ દરમિયાન બધા સેલ્ફી લેવાની કોશિશ કરી રહ્યા હોય છે પરંતુ ત્યારે રણબીર કપૂરને લાગે છે કે આલિયા અસહજ મહેસૂસ કરી રહી છે અને ત્યારે રણબીર આલિયાને પ્રોટેક્ટ કરવાનું શરૂ કરી દે છે.

આલિયા જોધપુરમાં રણબીર કપૂરનો જન્મદિવસ મનાવવા માટે ગઇ હતી. જયાંથી તેઓ મુંબઇ માટે રવાના થયા હતા. એરપોર્ટ પર આલિયા અને રણબીર જોઇને ચાહકોની ભીડ એકઠી થઇ ગઇ હતી. ભીડ વચ્ચે રણબીર કપૂરે તેમની ગર્લફ્રેન્ડ આલિયાને બચાવી. જયારે લોકો ધક્કા મુક્કી કરી રહ્યા હતા ત્યારે રણબીર વચ્ચે દીવાલ બનાવી ઊભા રહી ગયા.

લોકો રણબીર કપૂરની આ બાબતે પ્રશંસા કરી રહ્યા છે અને તેને એક પ્રોટેક્ટિવ બોયફ્રેન્ડ કહી રહ્યા છે. બંનેના લુકની વાત કરીએ તો, રણબીર કપૂર બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા અને આલિયા વ્હાઇટ શર્ટ અને જીન્સમાં ખૂબસુરત લાગી રહી હતી. તેમના અહીં પહોંચતા જ લગ્નની ખબરો સોશિયલ મીડિયા પર ટ્રેંડ કરવા લાગી.  પરંતુ ઓફિશિયલ રીતે બંને તરફથી કે તેમના પરિવાર તરફથી કોઇ સ્ટેટમેંટ સામે આવ્યુ નથી.

જયારે રણબીર અને આલિયા જોધપુરથી પરત આવ્યા તો તેમનો એરપોર્ટ વીડિયો અને તસવીરો ખૂબ વાયરલ થઇ હતી. જોધપુર એરપોર્ટ પર આલિયાના હાથમાં બે ખૂબસુરત વીંટીએ બધાનું ધ્યાન ખેંચ્યુ હતુ.

રણબીર કપૂરના વર્કફ્રંટની વાત કરીએ તો, તેમની પાસે એનિમલ, શમશેરા અને બ્રહ્માસ્ત્ર જેવી ફિલ્મો છે. છેલ્લે તે સંજય દત્તની બાયોપિક “સંજૂ”માં જોવા મળ્યા હતા. ત્યાં જ આલિયાના વર્કફ્રંટની વાત કરીએ તો, તે આ દિવસોમાં રોકી ઓર રાની કી પ્રેમ કહાનીના શુટિંગમાં વ્યસ્ત છે. જલ્દી જ તે સંજય લીલા ભણસાલીની ગંગુબાઇ કાઠિયાવાડી અને એસએસ રાજમૌલીની આરઆરઆરમાં જોવા મળશે. આ ઉપરાંત તે રણબીર કપૂર સાથે બ્રહ્માસ્ત્રમાં પણ જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

Shah Jina