ઋષિ કપૂર માટે બહેન રિદ્ધિમા સાથે પૂજા કરતા જોવા મળ્યા રણબીર કપૂર

ઋષિ કપૂરના નિધનના 11 મહિના બાદ રાખવામાં આવી પૂજાસ બહેન સાથે હવન કરતા જોવા મળ્યા કોરોનાથી રિકવર થયેલ રણબીર

બોલિવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરને આ દુનિયાને અલવિદા કહ્યાના 11 મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે. આજે તેમની 11મી પ્રેયર મીટ પર તેમની પત્ની નીતૂ કપૂર અને દીકરી રિદ્ધિમા કપૂર ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા.

2 વર્ષ સુધી કેન્સર સામે લડી રહેલા ઋષિ કપૂરનું 30 એપ્રિલ 2020ના રોજ નિધન થયુ હતુ. કપૂર પરિવારે તેમની યાદમાં 11મી પ્રેયર મીટનું આયોજન કર્યુ હતુ. આ અવસર પર નીતૂ કપૂરના ઘરે ખાસ પૂજા રાખવામાં આવી હતી. આ પૂજામાં રણબીર કપૂર બહેન રિદ્ધિમા સાથે પિતાની શાંતિ માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા.

તમને જણાવી દઇએ કે, 9 માર્ચે રણબીર કપૂરના કોરોના સંક્રમિત થયાની ખબર સામે આવી હતી. રણબીર કપૂરની માતા અને બોલિવુડ અભિનેત્રી નીતૂ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર આ વાતની જાણકારી આપતા લખ્યુ હતુ કે, રણબીર કોરોના પોઝિટિવ આવ્યા છે અને તેઓ સારી રીતે સ્વસ્થ થઇ રહ્યા છે. તે ઘરે સેલ્ફ ક્વોરેન્ટાઇન થયા છે.

રણબીર કપૂરના કાકા અને બોલિવુડના દિગ્ગજ અભિનેતા રણધીર કપૂરે ન્યુઝ એજન્સી સાથે વાત કરતા કહ્યુ કે, રણબીર હવે સ્વસ્થ થઇ ગયા છે. તે ઠીક છે. મેં તેમની મુલાકાત કરી છે. સાથે જ તેમણે કહ્યુ કે, તેમને ખબર નથી કે, રણબીરનો કોવિડ 19નો રીપોર્ટ કયારે નેગેટિવ આવ્યો.

રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં તેની સાથે રણબીર પણ જોવા મળી રહ્યા છે. રણબીરના સ્વસ્થ થયાની ખબર ચાહકોને મળતા તેઓ ઘણા ખુશ થઇ ગયા છે. રણબીર કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે જલ્દી જ આલિયા ભટ્ટ સાથે ફિલ્મ “બ્રહ્માસ્ત્ર”માં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54)

Shah Jina