પોતાની લાડલી દીકરીને પહેલીવાર ખોળામાં લઈને ભાવુક થઇ ગયો રણબીર કપૂર, આલિયા ભટ્ટની આંખોમાંથી આવ્યા આંસુઓ

પપ્પા બન્યા બાદ પહેલીવાર રણબીર કપૂરે પોતાની લાડલી દીકરીને લીધી ખોળામાં, પછી સર્જાયો એવો ભાવુક કરી દેનારો નજારો કે જાણીને તમે પણ રડી પડશો…જુઓ

થોડા દિવસ પહેલા જ બોલીવુડમાંથી એક ખુબ જ સુંદર ખુશખબરી સામે આવી હતી. બોલીવુડનું સૌથી લોકપ્રિય કપલ આલિયા અને રણબીર માતા-પિતા બન્યા હતા, આલિયાએ આ ખુશખબરી ચાહકો સાથે શેર કરી હતી અને પોતે એક દીકરીની માતા બની હોવાનું જણાવ્યું હતું. કપૂર પરિવારમાં દીકરીના જન્મ બાદ ખુશીઓનો માહોલ ફરી વળ્યો છે, ચાહકોથી લઈને સેલેબ્સ પણ તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

ચાહકો પણ આલિયા અને રણબીરની લાડલી વિશેની એક એક અપડેટ જાણવા માંગે છે, ત્યારે હવે પિતા રણબીર કપૂરનું પણ આ દરમિયાન રિએક્શન સામે આવ્યું છે. જેને જોઈને કોઈપણ ભાવુક થઇ જાય. પોતાની દીકરીને પહેલીવાર જયારે રણબીરે હાથમાં લીધી ત્યારે તેની સાથે જે થયું તે જોઈને ત્યાં ઉભેલા સૌ કોઈની આંખો આંસુઓથી ભીંજાઈ ગઈ હતી.

આ તસવીર પ્રતીકાત્મક છે.

રણબીર પોતાની નાની પરીને હાથમાં લેતા જ ઈમોશનલ થઇ ગયો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર સામે આવેલી ખબર પ્રમાણે રણબીરના એક નજીકના વ્યક્તિએ રણબીરના આ રિએક્શનનો ખુલાસો કર્યો હતો. તેના જણાવ્યા અનુસાર હંમેશા કુલ ડુડ જેવો વહેવાર કરનારા રણબીર કપૂરે જયારે હોસ્પિટલમાં પોતાની દીકરીને પહેલીવાર ખોળામાં લીધી ત્યારે તે ખુશીમાં જ રડી પડ્યો હતો.

તેણે આગળ જણાવ્યું કે અભિનેતા તેની આંખોમાંથી વહેતા આંસુઓને રોકી નહોતો શકતો. રણબીરને આ રીતે ભાવુક થતા જોઈને ત્યાં હાજર પરિવારના સભ્યોની આંખોમાં પણ આંસુઓ આવી ગયા હતા. એટલું જ નહિ રણબીરને રડતો જોઈને આલિયા ભટ્ટની આંખો પણ આંસુઓથી છલકાઈ ગઈ હતી. જેમ દરેક માતા પિતા માટે પોતાના સંતાનને પહેલીવાર ખોળામાં લેવું ખુબ જ ખાસ હોય છે તેવો જ અનુભવ આલિયા અને રણબીર હાલ કરી રહ્યા છે.

Niraj Patel