અભિનેતા રણબીર કપૂરની ગાડીનો થયો અકસ્માત, કહ્યું કે કોઈએ ઠોકી દીધી ગાડી અને…

રણબીર કપૂરની ગાડીનો થયો અકસ્માત, તૂટ્યો ગાડીનો કાચ, અભિનેતાની હાલત થઇ આવી જુઓ

અભિનેતા રણબીર કપૂર છેલ્લા ઘણા દિવસથી ફિલ્મ શમશેરાને લઈને ચર્ચામાં રહે છે. રણબીર કપૂરની ફિલ્મ શમશેરાનું ટ્રેલર લોન્ચ થઇ ચૂક્યું છે. આ દરમ્યાન અભિનેતા રણબીર કપૂરનો અકસ્માત થવાની ખબર સામે આવી છે. આ અકસ્માતમાં અભિનેતા બચી ગયા છે. આ અકસ્માતની જાણકારી રણબીર કપૂરે જાતે આપી છે.

24 માર્ચના રોજ રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘શમશેરા’નું ટ્રેલર લોન્ચ થયું હતું. ફિલ્મમાં ટ્રેલર લોન્ચિંગ ઇવેન્ટનું આયોજન મુંબઈમાં રાખવામાં આવ્યું હતું. ટ્રેલર લોન્ચિંગ ઇવેન્ટ દરમ્યાન અભિનેતાએ ખુલાસો કર્યો હતો કે ઇવેન્ટમાં આવતા પહેલા તેમની ગાડીનો અકસ્માત થયો હતો.

રણબીર કપૂર જોશ સાથે ટ્રેલર લોન્ચિંગ પર પહોંચ્યા હતા. રણબીર કપૂરને એક સવાલ કરવામાં આવ્યો હતો તો તેનો જવાબ આપતા અભિનેતાએ કહ્યું કે તેના ટ્રેલર લોન્ચ ઇવેન્ટ પર આવતા પહેલા અકસ્માત થયો હતો. તેમનો દિવસ ખુબ જ ખરાબ જઈ રહ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર પોતાના અકસ્માતને લઈને વાત કરતા અભિનેતાએ કહ્યું કે અત્યાર સુધી તો મારો દિવસ ખુબ ખરાબ જઈ રહ્યો છે. હું સમયનો ખુબ જ પાક્કો છું. મારો ડ્રાઇવર મને ઇન્ફિનિટી મોલથી લઈને પહેલા આવી ગયો હતો. બેઝમેન્ટમાં જોયું તો કોઈ હતું નહિ. બહાર નીકળ્યો તો જોયું કે કોઈએ ગાડી ઠોકી દીધી છે. ગાડીનો કાચ તૂટી ગયો તો કરણે કહ્યું કે તે શુભ કહેવાય. ત્યારપછી હું અહીંયા પહોંચ્યો છું.

રણબીર કપૂર સુરક્ષિત છે. તેમને આ અકસ્માતમાં વાગ્યું નથી. જોકે અભિનેતાના અકસ્માતની ખબર સાંભળીને ચાહકો થોડા ચિંતામાં આવી ગયા હતા પરંતુ તેમના ઠીક થવાની ખબર પર લોકોને ચિંતા દૂર થઇ હતી. જણાવી દઈએ કે રણબીર કપૂરની ફિલ્મ શમશેરાનું ધૂમ ધામથી ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ ફિલ્મમાં રણબીર કપૂર સિવાય વાણી કપૂર, સંજય દત્ત, રોનિત બોસ સૌરભ શુક્લા જેવા કલાકાર પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં રોમાન્સ છે ડ્રામા છે અને એક્શન તો ભરપૂર છે. રણબીર કપૂર પહેલી વાર મોટા પડદા પર આ રીતના કિરદાર નિભાવી રહ્યા છે જેમાં ડાકૂના સ્વરૂપે ખુબ જ અલગ અંદાજમાં દેખાડવામાં આવ્યો છે.

Patel Meet