પિતા ઋષિ કપૂરની વાર્ષિક પુણ્યતિથિ ઉપર માતાને મળવા પહોંચ્યો રણબીર કપૂર, સાથે જોવા મળી આલિયા ભટ્ટ

ગયા વર્ષે આજના દિવસે બોલીવુડને એક ખુબ જ મોટો ઝાટકો લાગ્યો હતો. આજનાદિવસે બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરે આ દુનિયાને અલવિદા કહ્યું હતું. આજે 30 એપ્રિલે તેમની વાર્ષિક પુણ્યતિથિ છે ત્યારે આજે તેમના ચાહકો તેમને યાદ કરી રહ્યા છે.

તો ઋષિ કપૂરની પત્ની નીતુ કપૂર અને દીકરી રીધ્ધીમા કપૂરે પણ સોશિયલ મીડિયામાં ભાવુક પોસ્ટ શેર કરી છે. ઋષિ કપૂરની પુણ્યતિથિ ઉપર રણબીર કપૂર સાથે આલિયા ભટ્ટ પણ નીતુ કપૂરના ઘરે પહોંચી હતી.

આ દરમિયાન બંને બિલ્ડિંગની બહાર કેમેરામાં કેદ થયા. આલિયા ભટ્ટ કારમાંથી નીકળી અને સીધી જ બિલ્ડિંગની અંદર ચાલી ગઈ. જયારે રણબીર કપૂરે પેપરાજીને જણાવ્યું કે કોરોના વાયરસના કારણે તે ઘરમાં ના પ્રવેશે બહાર જ રહે અને સામાજિક અંતર જાળવી રાખે.

આ દરમિયાન આલિયા પિન્ક અને ગ્રે રંગના શૂટમાં નજર આવી. સાથે જ તેને એક બેગ પણ સાથે રાખ્યું હતું. તો રણબીર સફેદ ટીશર્ટ અને જીન્સની સાથે કેપ અને સ્નીકર્સ પહેરેલો જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

તો રીધ્ધીમા કપૂરે પણ પોતાના પિતા સાથેની બે તસવીરો શેર કરી છે. એકમાં ઋષિ કપૂર તેને ખોળામાં લઈને બેઠા છે.તો બીજી તસ્વીરમાં રીધ્ધીમા ઋષિ કપૂરના ખભા ઉપર માથું ટેકવેલી નજર આવી રહી છે. રિદ્ધીમાએ કેપશનમાં લખ્યું છે, “કદાચ હું તમે ફરી એકવાર મુશ્ક કહીને બોલાવી શકતી.”

નીતુ કપૂરે પણ ઋષિ કપૂર સાથે પોતાની એક જૂની તસ્વીર શેર કરી છે. તેને લખ્યું છે કે, “ગયું વર્ષ આખી દુનિયા માટ કષ્ટથી ભરેલું રહ્યું. અમારા માટે કંઈક વધારે જ કારણ કે અમે એમને ખોઈ બેઠા હતા. એક પણ દિવસ નથી વીત્યો જયારે અમે એમના વિશે વાત ના કરી હોય તેમને પોતાના એક ભાગના રૂપમાં યાદ ના કર્યા હોય. ક્યારેક એમની સમજદારી ભરી સલાહ તો ક્યારેક એમની વાર્તાઓ. અમે આખું વર્ષ તેમને એક મુસ્કાન સાથે યાદ કર્યા છે કારણ કે તે હંમેશા અમારા દિલમાં રહે છે. આ,એ એ સ્વીકારી લીધું છે કે તેમના વગર જિંદગી ક્યારેય પહેલી જેમ નહીં થઇ શકે પરંતુ ચાલતી રહેશે.”

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54)

Niraj Patel