આખરે ઇંતજારની ઘડી થઇ ખત્મ ! 14 મહિના પછી રણબીર કપૂર-આલિયા ભટ્ટે બતાવ્યો દીકરી રાહાનો ચહેરો, ક્યુટ લુકે ઇન્ટરનેટ પર લૂંટી લાઇમલાઇટ

પહેલીવાર સામે આવી રણબીર-આલિયાની દીકરી રાહા, વ્હાઇટ ફ્રોક-શુઝમાં લાગી લિટલ સેન્ટા, કપલે ચાહકોને આપ્યુ ક્રિસમસ ગિફ્ટ

Raha Kapoor Face Reveal: આખરે ઇંતઝાર ખત્મ થયો ! રણબીર કપૂર અને આલિયા ભટ્ટે તેમની લિટલ પ્રિન્સેસ રાહા કપૂરની પહેલી ઝલક ચાહકોને બતાવી દીધી છે. ક્રિસમસના ખાસ અવસર પર દીકરીનો ચહેરો રિવીલ કરી કપલે ચાહકોને ખાસ ટ્રીટ આપી છે.કપૂર પરિવારની પૌત્રીને જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે. રાહાની ક્યૂટનેસ ચાહકોના દિલ જીતી રહી છે.

ક્રિસમસ પર રણબીર-આલિયાએ ચાહકોને આપી ખાસ ગિફ્ટ

કપૂર પરિવારમાં આજે ક્રિસમસનો તહેવાર પૂરા ઉત્સાહ સાથે મનાવવામાં આવી રહ્યો છે. કપૂર પરિવારના ક્રિસમસ લંચ દરમિયાન રણબીર-આલિયાએ પુત્રી રાહા સાથે પેપરાજીને પોઝ આપ્યો હતો. આ કપલે પહેલીવાર પોતાની દીકરીનો ચહેરો દુનિયા સમક્ષ જાહેર કર્યો છે. રાહાને જોયા પછી બધાની નજર તેના પર જ અટકી ગઇ હતી.

આખરે બતાવી જ દીધો દીકરી રાહાનો ચહેરો

રાહાની ક્યૂટનેસ, તેનું આરાધ્ય સ્મિત અને વાદળી આંખોએ બધાને પોતાના દીવાના બનાવી દીધા. ચાહકો સોશિયલ મીડિયા પર સામે આવેલી રાહાની તસવીરો અને વીડિયો જોઇ તેના વખાણ કરતા થાકતા નથી. રાહા પપ્પા રણબીરના ખોળામાં ગુલાબી અને સફેદ ફ્રોકમાં જોવા મળી હતી. તે બે ચોટીમાં ખૂબ જ સુંદર અને ક્યુટ લાગી રહી હતી.

લોકોએ આપી આવી પ્રતિક્રિયા

તસવીરો અને વીડિયો જોઇ એકે કહ્યુ- આ આખા કપૂર પરિવાર પર ગઇ છે. બીજાએ કહ્યુ- રાહા ખૂબ સુંદર છે. તો કેટલાક રાહાને તેના દાદા ઋષિ કપૂરની કોપી કહી રહ્યા છે, જ્યારે કેટલાક કહે છે કે રાહા તેના પિતા રણબીર કપૂર જેવી લાગે છે. આ દરમિયાનના આલિયાના લુકની વાત કરીએ તો, તે ફ્લોરલ ડ્રેસમાં જોવા મળી હતી અને રણબીર બ્લેક જેકેટ અને ડાર્ક જીન્સમાં જોવા મળ્યો હતો.

આલિયાએ એપ્રિલ 2022માં રણબીર સાથે લગ્ન કર્યા હતા અને 6 નવેમ્બરે રાહાને જન્મ આપ્યો હતો

જણાવી દઈએ કે આલિયા ભટ્ટે એપ્રિલ 2022માં રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી 6 નવેમ્બર 2022ના રોજ કપલના ઘરે દીકરીનો જન્મ થયો, જેનું નામ તેઓએ રાહા કપૂર રાખ્યું. આલિયા-રણબીરની દીકરી 1 વર્ષની થઈ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ગયા મહિને રાહાનો પહેલો જન્મદિવસ કપૂર પરિવારમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો અને હવે આખરે રાહાને જોયા પછી ચાહકોની ખુશીની કોઈ સીમા નથી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina