“રમવા આવો માડી” ગીત ઉપર આ યુવતીએ ચાર રસ્તા ઉપર જ કર્યા એવા શાનદાર ગરબા કે જોનારાની આંખો પણ થઇ ગઈ ચાર, જુઓ વીડિયો

ગરબા એ ગુજરાતનું સૌથી લોકપ્રિય નૃત્ય છે, નવરાત્રીમાં નવ દિવસ સુધી ગરબા રસિકો ભારે ઉત્સાહમાં જોવા મળતા હોય છે અને મન મૂકીને ગરબા રમતા હોય છે, આ ઉપરાંત પણ વાર તહેવાર અને કોઈપણ પ્રસંગે ગુજરાતીઓ ગરબા કરવાનું ક્યારેય નથી ચુકતા, જ્યાં પણ માહોલ સર્જાય ત્યાં ગરબા કરવા માટે લાગી જતા હોય છે.

સોશિયલ મીડિયામાં પણ ઘણા લોકો પોતાના ગરબા વીડિયો શેર કરતા હોય છે, જેમાં તે અલગ અલગ સ્થળો ઉપર ગરબા રમીને લોકોનું ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે, હાલ એક એવા જ ગરબાનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે જેમાં બે યુવતીઓ ચાર રસ્તા ઉપર ગજબના ગરબા રમી રહી છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એક યુવતી ગરબાના પરિધાનમાં સજ્જ ઉભી છે અને બેકગ્રાઉન્ડમાં “રમવા આવો માડી” ગીત શરૂ થાય છે જેના બાદ તે ગરબા લેવાનું શરૂ કરે છે, તે એવા શાનદાર અંદાજમાં ગરબાના સ્ટેપ કરે છે કે જોનારા પણ તેના સ્ટેપ જોઈને ઘાયલ થઇ જાય.

રસ્તાની વચ્ચે જઈને આ યુવતી અટકી જાય છે જેના બાદ ફ્રેમન અંદર બીજી એક યુવતી જોવા મળે છે તે પણ તેની જેમ જ દિલ ધડક સ્ટેપ સાથે ગરબા રમે છે, બેકગ્રાઉન્ડમાં પાછળ એક વ્યક્તિ ટ્રાફિકનું મેનેજમેન્ટ પણ કરતો જોવા મળી રહ્યો છે. ત્યાં ઉભેલા લોકો પણ આ યુવતીઓના શાનદાર ગરબા જોઈને અભિભૂત થતા જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ફેસબુક ઉપર રાસલીલા નામના એક પેજ ઉપરથી આ વીડિયોને પોસ્ટ કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધી 43 લાખ કરતા પણ વધારે લોકોએ નિહાળ્યો છે, આ વીડિયો હજુ થોડા દિવસ પહેલા જ એટલે કે 29 મેના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો.

પોસ્ટ થયા બાદ આ વીડિયોને 1 લાખ 64 હજારથી પણ વધુ લોકો લાઈક કરી રહ્યા છે અને યુવતીઓના આ ગરબા સ્ટેપની પ્રસંશા કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો પોસ્ટ કરવાની સાથે કેપશનમાં આવા સ્ટેપ ટ્રેનિંગ બાદ કરતા હોવાના કારણે  દરેક લોકોને ના કરવા માટે પણ સલાહ આપવામાં આવી છે. આ વીડિયો મુંબઈનો છે.

Niraj Patel