શું પ્રાણ પ્રતિષ્ઠા બાદ બદલાઇ ગઇ રામલલાની પ્રતિમા ? પ્રેમાનંદ મહારાજે ખોલ્યુ રહસ્ય, અયોધ્યામાં થયો ચમત્કાર- જુઓ વીડિયો
પ્રેમાનંદ મહારાજના પ્રવચનો અને તેમની વાતોને આજે દેશ-દુનિયામાં સાંભળવામાં આવે છે. પ્રેમાનંદ મહારાજજી આમ તો શ્રી કૃષ્ણની મહિમા અને તેમના સ્વરૂપનું પોતાના પ્રવચનમાં વર્ણન કરે છે. પણ હાલમાં જ એક ભક્તે તેમને રામલલા સાથે જોડાયેલ એક સવાલ પૂછ્યો. અયોધ્યાથી આવેલ આ ભક્તે તેમને પૂછ્યુ કે- પ્રાણ પ્રતિષ્ઠા બાદ આખરે કેમ શ્રી રામલલાની પ્રતિમા બદલાઇ ગઇ ?
આ સવાલના જવાબમાં પ્રેમાનંદ મહારાજે સટીક વર્ણન આપતા ખુલાસો કર્યો કે આખરે કેમ આવું થયુ. પ્રેમાનંદજી મહારાજનો એક વીડિયો આ દિવસોમાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં અયોધ્યાથી આવેલ એક ભક્ત તેમને સવાલ કરી રહ્યો છે. આ ભક્તે પૂછ્યુ કે પ્રાણ પ્રતિષ્ઠા બાદ શ્રી રામજીની જે પ્રતિમા સ્થાપિત થઇ છે તે દિવ્ય અને સજીવ થઇ ગઇ. આ સજીવતાનું કારણ શું છે ?
આ સવાલના જવાબમાં પ્રેમાનંદજી મહારાજે કહ્યુ કે- ‘આપણા શાસ્ત્રો અને આપણા મંત્રોમાં મોટી તાકત છે. શ્રીવિગૃહમાં ભગવાનનું આહ્વાન વેદ-મંત્રોથી થયુ છે. જે મંત્રવેત્તા, ત્રિકાલ સંધ્યા કરવાવાળા બ્રહ્મણત્વથી યુક્ત, જ્યારે બ્રહ્મ ઋષિ આહ્વાન કરે છે મંત્રોથી તો ભગવાન જે સર્વત્ર બિરાજમાન છે, તે ત્યાં પ્રકાશિત થઇ જાય છે. મંત્રોમાં ખૂબ તાકાત બોય છે અને બીજું છે ભાવ. ભાવમાં મોટી તાકત છે, મહાપુરુષોનો ભાવ જ્યાં ઇચ્છે તે ભગવાન ઊભા કરી દો.
મંત્રો અને એક-બે ભક્તો નહિ પણ અસંખ્ય ભક્તોના ભાવ જોડાયેલ છે. એવામાં મંત્રવેત્તાઓના આહ્વાન અને ભક્તોના ભાવમાં આટલી તાકાત છે, સાક્ષાત પ્રભુનું ઘર છે, પ્રભુ તો ત્યાં પહેલાથી હતા, તે પ્રકાશિત થઇ ગયા છે. એવા એવા મંત્રોચારણ કરવાવાળા છે જે ચમત્કાર કરી શકે છે, જુઓ થયોને ચમત્કાર. પ્રગટ થયા ને ભગવાન, પહેલા તો વિગ્રહમાં પ્રતિમા છે અને પ્રાણ પ્રતિષ્ઠા બાદ જે થયુ તે જોઇ લો. તમને અંતર સ્પષ્ટ દેખાશે.’
જણાવી દઇએ કે, 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ શ્રી રામલલાને વિરાજમાન કરવામાં આવ્યા હતા. એવામાં ઘણા ભક્તોએ સોશિયલ મીડિયા પર પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલા અલૌકિક નજર આવી રહ્યા છે.
View this post on Instagram