ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી આવ્યા ખુબ જ દુઃખદ સમાચાર, વધુ એક મોટી હસ્તીનું થયું નિધન…ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા કેટલાક સમયથી ખુબ જ દુઃખદ ખબરો આવી રહી છે, ત્યારે હાલ વધુ એક દુઃખદ ખબર સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આવી છે, જ્યાં ફિલ્મ નિર્માતા અને સાઉથના સુપર સ્ટાર મહેશ બાબુના મોટાભાઈ રમેશ બાબુ ગુરુનું નિધન થઇ ગયું છે. તે લાંબા સમયથી બીમાર હતા.

રમેશ બાબુ સુપરસ્ટાર કૃષ્ણાના મોટા દીકરા હતા. તેમના નિધન બાદ ઇન્ડસ્ટ્રીના લોકોમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. પિન કલ્યાણ સમેત ઘણી મોટી મોટી હસ્તીઓએ રમેશ બાબુના નિધન ઉપર શોક વ્યક્ત કર્યો છે. રમેશ બાબુની નિધન પણ એવા સમયમાં થયું છે જયારે મહેશ બાબુ કોરોના પોઝિટિવ છે.

7 જાન્યુઆરીના રોજ મહેશ બાબુએ ટ્વીટ કરીને પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી.  રમેશ બાબુના નિધનની પુષ્ટિ નિર્દેશક રમેશ વર્માએ કરી હતી. રમેશ વર્માએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, “અહીંયા સ્તબ્ધ છું . રમેશ બાબુ ગુરુ.  કૃષ્ણા ગુરુ, મહેશ બાબુ ગુરુ અને સમગ્ર પરિવાર પ્રત્યે સંવેદના, ૐ શાંતિ.”

મહેશ બાબુની જેમ તેમના  ભાઈ પણ સાઉથ ઇન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ હતા. તેમને 1974માં “અલ્લુરી સીતારામારાજુ”થી સ્ક્રીન ઉપર ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ બાદ રમેશ બાબુએ ઘણી તમિલ ફિલ્મોમાં કામ કર્યું. જેમાં ના ઈલે ના સ્વર્ગમ, અન્ના ચેલેલું, ચિન્ની કૃષ્ણુડુ જેવી હિટ ફિલ્મો સામેલ છે. રમેશ બાબુ ઘણી ફિલ્મોમાં નાના ભાઈ મહેશ બાબુ સાથે પણ સ્ક્રીન શેર કરી ચુક્યા છે.

Niraj Patel