અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ખુબ જ ખાસ આમંત્રણ પત્રિકા બનાવવાના આવી, વીડિયો થયો વાયરલ, જુઓ

કેવું દેખાય છે અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ કાર્ડ, જોઈને તમારું હૈયું પણ ગદગદ થઇ જશે, જુઓ વીડિયો

Ram Mandir Invitation Card : અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય હવે લગભગ પૂર્ણ થઇ ગયું છે અને હવે મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થોડા જ દિવસમાં થવાની છે. પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત ભલે 22 જાન્યુઆરીનું આવ્યું હોય, પરંતુ દેશભરમાં છેલ્લા ઘણા દિવસથી તેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણ કાર્ડ પણ વહેંચાવવાનું શરૂ થઇ ગયું છે. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.

આમંત્રણ કાર્ડ આવ્યું સામે :

22 જાન્યુઆરીએ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ ભવ્ય સમારોહની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. આ તારીખ આવવામાં હજુ થોડો સમય બાકી હોવા છતાં તૈયારીઓને આખરી ઓપ આપવા અને કોઈ ભૂલ ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. એટલું જ નહીં દેશ અને દુનિયાના દરેક ક્ષેત્રની જાણીતી હસ્તીઓને પણ આ પ્રસંગમાં આમંત્રિત કરવામાં આવી રહ્યા છે.

ખુબ જ સુંદર છે પત્રિકા :

તમને જણાવી દઈએ કે જ્યારે રામ મંદિર સમારોહ આટલો ખાસ છે, તો સ્વાભાવિક છે કે તેનું આમંત્રણ પત્ર પણ કોઈક સારા ધોરણનું હશે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહેલું આમંત્રણ કાર્ડ ગુલાબી રંગનું જોઈ શકાય છે, તેના પર પીળા અને બીજા અન્ય અક્ષરોથી પ્રિન્ટ કરવામાં આવ્યું છે. આમંત્રણ કાર્ડના પહેલા પાનાં પર જ રામ મંદિરનું ચિત્ર અંકિત કરેલું જોઈ શકાય છે.

વીડિયો થયો વાયરલ :

અંદરના પાન પર 22 જાન્યુઆરીએ થનારા કાર્યક્રમોની રૂપ રેખા આપવામાં આવી છે, આ ઉપરાંત આ દિવસે પધરાનારા મુખ્ય મહેમાનોની યાદી પણ આપવામાં આવી છે. તો અંદરના એક પાનાં પર પ્રભુ શ્રી રામની તસવીર પણ આંખો સામે આવતી જોઈ શકાય છે. તો આ આમંત્રણ કાર્ડના એક ભાગમાં મહાનુભવો વિશેની માહિતી પણ તેમાં જોઈ શકાય છે. હાલ આ કાર્ડનો વીડિયો લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel