શું તમે પણ ઓનલાઇન તો નથી મંગાવી રહ્યા ને રામ મંદિરનો પ્રસાદ ? થઇ જાજો સાવધાન, નહિ તો મૂર્ખ બની જશો

અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ દરમિયાન ખાદી ઓર્ગેનિક નામની વેબસાઈટ આ દિવસોમાં સમાચારોમાં છે. જેઓ દાવો કરી રહ્યા છે કે તેઓ રામ મંદિરનો પ્રસાદ દરેક ઘરે ફ્રીમાં પહોંચાડશે. આ માટે તમારે માત્ર ખાદી ઓર્ગેનિકની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ઓર્ડર આપવાનો રહેશે. જેથી રસ ધરાવનાર તમામ નાગરિકો પોતાના ઘરે પ્રસાદ મંગાવી શકે.

બીજી તરફ આ બાબતે સોશિયલ મીડિયા પર જાણે યુદ્ધ ફાટી નીકળ્યું હોય તેવું લાગી રહ્યું છે. કેટલાક ક્રિએટર દાવો કરી રહ્યા છે કે આ વેબસાઈટ નકલી છે અને લોકોની આસ્થા સાથે રમી રહી છે. ક્રિએટર્સનું કહેવું છે કે ન તો રામ મંદિર ટ્રસ્ટે આવી કોઈ વેબસાઈટ લોન્ચ કરી છે અને ન તો સરકારે આવું કોઈ પોર્ટલ લોન્ચ કર્યું છે. તો હવે સવાલ એ થાય છે કે જો આ કૌભાંડ નથી તો શું છે ? ક્રિએટરનું કહેવું છે કે પ્રસાદમાં રામ મંદિરના વાસ્તવિક પ્રસાદનું મિશ્રણ હશે કે નહીં તેની કોઈ ખાતરી નથી.

આ કૌભાંડ ન તો પૈસાની વાત કરી રહ્યું છે કે ન તો ડિલિવરી આપી રહ્યું છે, પરંતુ ઇ-કોમ બ્રાન્ડ બનાવવા માટે માર્કેટિંગ વ્યૂહરચના તરીકે રામ મંદિર અને મફત પ્રસાદનો ઉપયોગ કરી રહ્યો છે કારણ કે ખાદીઓર્ગેનિકે અત્યાર સુધીમાં 20 મિલિયન+ વેબસાઇટની છાપ હાંસલ કરી છે અને 2 મિલિયન+ પ્રોડક્ટ વેચવામાં આવી છે. ક્રિએટરના જવાબમાં ખાદી ઓર્ગિનક તરફથી પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરવામાં આવી, જેમાં દાવો કરવામાં આવ્યો કે જો પ્રસાદમાં અસલી પ્રસાદનું મિશ્રણ હશે તો જ તે ડિલીવરી આપશે, સાથે જ સ્કેમને લઇને ઓર્ગનાઇજેશનનું કહેવુ છે કે તેમણે પ્રસાદથી જે પણ પૈસા એકઠા કર્યા છે તે બાકી Revenueથી અલગ રાખ્યા છે.

બંને પોત પોતાની જગ્યાએ સાચુ સાબિત કરવામાં લાગેલા છે. જો કે હકિકત છે શું આના પર કંઇ પણ કહેવું કઠિન રહેશે. આ મામલે Khadi and Village Industries Commissionના અધ્યક્ષ મનોજ કુમાર પણ પહેલા વેબસાઇટની સત્યતાની તપાસ કરાવી ચૂક્યા છે, જેમાં કહેવામાં આવ્યુ છે કે આ વેબસાઉટનું ખાદીના નામથી કોઇ લેવા દેવા નથી, સાથે KVIC થી પણ કોઇ કનેક્શન નથી. VHP (વિશ્વ હિન્દુ પરિષદ)ના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે આ વેબસાઈટ પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે ટ્રસ્ટે આ રીતે પ્રસાદનું વિતરણ કરવા માટે કોઈને અધિકૃત કર્યા નથી.

 

View this post on Instagram

 

A post shared by Not Vivek Sharma (@notviveksharma)

શંકા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે ભગવાન શ્રી રામના પ્રસાદ અને ખાદી બંનેને બદનામ કરવાનો કોઈ દૂષિત પ્રયાસ તો નથી ને. લોકોને સતર્ક રહેવાની અપીલ કરતાં તેમણે કહ્યું- જ્યાં સુધી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી વધુ માહિતી ન આવે ત્યાં સુધી આવી ખોટી જાહેરાતો પર મૂંઝવણમાં પડીને તમારા પૈસા અને સુરક્ષા દાવ પર ન લગાવો. તેમણે આ મામલે પોલીસ પાસે કાર્યવાહીની માંગ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Khadi Organic (@khadiorganic.usa)

Shah Jina