અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલાનું પહેલુ ‘સૂર્ય તિલક’ ! અભિજીત મુહૂર્તમાં 3 મિનિટ સુધી લલાટ પર પડ્યા કિરણો- જુઓ વીડિયો

અયોધ્યામાં રામલલાનું પહેલુ ‘સૂર્ય તિલક’, જોવા મળ્યો અદ્ભૂત નજારો, ભક્તિમાં ડૂબ્યા લોકો- જુઓ વીડિયો

આજે સમગ્ર ભારતમાં રામ નવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ અયોધ્યામાં એક અલગ જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે, જ્યાં રસ્તાઓ અને શેરીઓ ફૂલોથી શણગારવામાં આવી છે. સમગ્ર અયોધ્યા શહેર રામનામના ઘોષણાથી ગુંજી રહ્યું છે. 500 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ અને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ વખત રામ નવમી મનાવવામાં આવી રહી છે.

આવી સ્થિતિમાં લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે ભારતના તમામ લોકો માત્ર એક જ વસ્તુની રાહ જોઈ રહ્યા હતા અને તે હતુ ભગવાન રામલલાનું પહેલુ સૂર્ય તિલક. આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઇ હતી. આ મંદિરમાં ઘણી ખાસ વસ્તુઓ છે જે દરેકને મંદિર તરફ આકર્ષિત કરે છે.

આ સાથે ભગવાન રામલલાના દર્શનનું પણ વિશેષ મહત્વ છે. આ વખતે રામ નવમી ખૂબ જ ખાસ છે. રામલલાની મૂર્તિના મસ્તક પર લગભગ 3થી4 મિનિટ સુધી સૂર્યના કિરણો નજર આવ્યા. રામનવમી નિમિત્તે ભક્તો શ્રી રામની ભવ્ય તસવીરના દર્શન કરીને તેમની ભક્તિમાં લીન થઈ ગયા હતા.

આજે બપોરે 12 વાગ્યે અભિજિત મુહૂર્તમાં રામલલાને 3 મિનિટ માટે સૂર્યતિલક લગાવવામાં આવ્યું હતું.જણાવી દઇએ કે, આ માટે અષ્ટધાતુની 20 પાઇપમાંથી 65 ફૂટ લાંબી સિસ્ટમ બનાવવામાં આવી, જેમાં ગર્ભગૃહમાંથી રામલલાના લલાટ સુધી 4 લેન્સ અને 4 અરીસા દ્વારા કિરણો પહોંચ્યાં હતાં.

આજે સવારે મંદિરના કપાટ 3.30 વાગ્યે ખૂલ્યા હતા, જો કે સામાન્ય દિવસોમાં 6.30 વાગ્યે ખૂલે છે. આજે રામનવમીના પાવન દિવસે ભક્તો રાત્રે 11.30 વાગ્યા સુધી દર્શન કરી શકશે. જગદગુરુ રાઘવાચાર્યે ભગવાન રામલલ્લાનો 51 કળશથી અભિષેક કર્યો હતો. અત્યારસુધીમાં 6 લાખ શ્રદ્ધાળુ અયોધ્યા પહોંચ્યા હોવાનું કહેવાઇ રહ્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina