દુઃખદ સમાચાર: રામ કપૂરના પિતા અનિલ કપૂરનું નિધન, જાણો સમગ્ર વિગત

ટીવી જગતના ખ્યાતનામ અભિનેતા રામ કપૂરના માથે તૂટ્યો દુઃખોનો પહાડ, પિતાનું થયું નિધન

ટીવી જગતની ઘણી બધી ધરાવાહીકો, બોલીવુડની ફિલ્મો અને વેબ સિરીઝમાં પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીતનાર અભિનેતા રામ કપૂરના માથે દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. કારણ કે તેમના પિતા અનિલ કપૂરનું 74 વર્ષની ઉંમરે નિધન થયું છે જેની જાણકારી રામ કપૂરે એક પોસ્ટ શેર કરીને આપી છે.

 

View this post on Instagram

 

A post shared by Gautami Kapoor (@gautamikapoor)

રામ કપૂરે પોતાના પિતાના નિધનની ખબર આપતા પોસ્ટમાં લખ્યું છે કે, “‘આપ એક મહાન વ્યક્તિ હતા ડેડ, હું આપને મિસ કરું છું.’ રામ કપૂરે અમૂલ દ્વારા બનાવવામાં આવેલાં એકબિલ બોર્ડનો તેમનાં ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો, જેમાં તેઓ પિતાને શ્રદ્ધાંજલિ આપે છે. આ માટે તેણે અમૂલનો આભાર માન્યો છે. અમૂલે તેમનાં બિલબોર્ડ પર લખ્યું છે, “આપ હમેશાં અમારા પરિવારની સાથે રહેશો અનિલ કપૂર!”

રામ કપૂરના પિતના નિધન ઉપર રેમ કપૂરની પત્નીએ પણ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. ગૌતમી કૂપરે એક પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, “ડેડ, આપ હમેશા અમારા દિલમાં રહેશો, હું જે સૌથી મજબૂત વ્યક્તિને ઓળખું છું તે આપ જ હતાં.”

 

View this post on Instagram

 

A post shared by Ram Kapoor (@iamramkapoor)

ઉલ્લેખનીય છે કે અનિલ કપૂર એક બિઝનેસમેન હતા. તેઓ એક એડવરટાઇઝિંગ એજન્સીનાં CEO હતાં અને અમૂલ જેવી એજન્સીનાં ક્લાયન્ટ રહી ચુક્યા છે. રામ કપૂરનાં પિતાએ જ ‘અમૂલ: ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા’ ટેગલાઇન બનાવી છે.

YC