શાહરૂખ ખાને સાઉથના સુપરસ્ટારને કહ્યુ આવું, તો ભડકી મેકઅપ આર્ટિસ્ટ, અનંત-રાધિકાની પ્રી વેડિંગ પાર્ટી સાથે જોડાયેલો મામલો

શાહરૂખ ખાનની વિવાદિત કમેન્ટથી ભડકી રામચરણની મેકઅપ આર્ટિસ્ટ, અંબાણીની પાર્ટી સાથે જોડાયેલો મામલો

‘રામ ચરણ કહાં હે તૂ…’ સ્ટેજ પર શાહરૂખ-સલમાન અને આમિરે RRR એક્ટરને બૂમો પાડી બોલાવ્યો…વીડિયો થયો વાયરલ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં બોલિવૂડ, હોલીવુડ અને સાઉથ ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. પહેલા દિવસે ઇન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાનાએ તેના પરફોર્મન્સથી ધૂમ મચાવી દીધી હતી અને બીજા દિવસે બોલિવૂડ સ્ટાર્સના ડાન્સ પરફોર્મન્સે ધૂમ મચાવી હતી.

પ્રી વેડિંગ ફંક્શનના બીજા દિવસે સૌથી યાદગાર પળ એ જોવા મળી કે બોલિવૂડના ત્રણેય ખાન એઠલે કે સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન સ્ટેજ પર એકસાથે ડાન્સ કરતા જોવા મળ્યા. ત્રણેયએ વર્ષો પછી એકસાથે સ્ટેજ શેર કર્યો અને પોતાના પરફોર્મન્સથી આગ લગાવી દીધી. તેમણે ઓસ્કાર વિજેતા ગીત નાટુ નાટુ પર પણ ડાન્સ કર્યો હતો.

આ ગીત પર ત્રણેય ખાન દ્વારા આપવામાં આવેલ પરફોર્મન્સને યાદગાર બનાવવા માટે રામ ચરણ પણ સલમાન, શાહરૂખ અને આમિર સાથે જોડાયો હતો. શાહરૂખે પોતે રામ ચરણને સ્ટેજ પર આવવા કહ્યું હતું અને આ પછી ચારેયએ તેમના ડાન્સથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા. જો કે, SRKએ જે રીતે રામ ચરણને બોલાવ્યો તે વિવાદાસ્પદ બન્યુ છે. વાસ્તવમાં કિંગ ખાને રામ ચરણને કહ્યું હતું કે, ‘ઈડલી વડા રામ ચરણ, તું ક્યાં છે?’

શાહરૂખ ખાનના આ નિવેદનથી માત્ર ચાહકો જ નહીં પણ રામ ચરણની મેકઅપ આર્ટિસ્ટ પણ ખૂબ જ નારાજ થઈ ગઈ. SRKના આ શબ્દોથી તે એટલી ગુસ્સે થઈ ગઈ કે તેણે અંબાણીની પાર્ટી છોડી દીધી હોવાનું પણ કહેવાઇ રહ્યુ છે. તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર વીડિયો પોસ્ટ કરી લખ્યું, “ભેંડ ઈડલી વડા રામ ચરણ તું ક્યાં છે? આ પછી હું ત્યાંથી નીકળી ગઈ. રામ ચરણ જેવા સ્ટારનું આવું અપમાન.

હું શાહરૂખ ખાનની મોટી ફેન છું પરંતુ તેણે જે રીતે રામ ચરણને સ્ટેજ પર બોલાવ્યા તે મને પસંદ નથી.” જણાવી દઇએ કે, વીડિયોમાં સલમાન અને શાહરૂખ બ્લેક કુર્તા-પાયજામામાં જ્યારે આમિર ગ્રીન કુર્તા-વ્હાઇટ પાયજામામાં જોવા મળી રહ્યો છે. રામ ચરણ સ્ટેજ પર જતાની સાથે જ શાહરૂખ નીચે નમીને તેનું સ્વાગત કરે છે અને રામ ટરણ પણ એ જ રીતે તેમનો આભાર માને છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina