રાખી સાવંતે કેમેરા સામે પાર કરી શરમની બધી હદો, પતિ રિતેશના ખોળામાં બેસી કર્યુ એવું કે… જુઓ વીડિયો

રાખી સાવંતે પતિ જોડે ખોળામાં બેસી કેમેરા સામે કર્યો રોમાન્સ, સંસ્કારી ગોપી વહુ તો….જુઓ

સલમાન ખાનનો શો “બિગબોસ-15” આ દિવસોમાં ઘણો ચર્ચામાં જોવા મળી રહ્યો છે. શોમાં ટાસ્ક દરમિયાન સ્પર્ધકો ઝપાઝપી અને એકબીજા સાથે દુર્વ્યવહાર કરતા જોવા મળી રહ્યા છે તો બીજુ બાજુ શો ધીમે ધીમે તેના ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. હવે તમામ સ્પર્ધકો ફિનાલે માટે ટિકિટ મેળવવા સ્પર્ધા કરી રહ્યા છે. જો કે, રાખી સાવંત ફિનાલેમાં પહોંચનારી પ્રથમ કંટેસ્ટેંટ બની ગઇ છે. શોમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લેનારી રાખી પોતાની હરકતોને લઈને ઘણી ચર્ચામાં છે. આટલું જ નહીં, તે પોતાને લાઇમલાઇટમાં લાવવા માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર રહેતી હોય છે. છેલ્લા એપિસોડમાં તેણે કેમેરાની સામે હદ વટાવી દીધી હતી.

હાલમાં જ રાખી સાવંતે શોમાં કંઈક એવું કર્યું જેના કારણે તે ઘણી ચર્ચામાં છે. શોમાં રાખી પોતાના પતિ રિતેશના ખોળામાં બેસીને રોમાન્સ કરવા લાગી હતી. આ બધું જોઈને સામે બેઠેલી દેવોલિના ભટ્ટાચારજી એકદમ સ્તબ્ધ થઈ ગઈ. તેના ચહેરા પરના હાવભાવ જોવા લાયક હતા. આટલું જ નહીં, એક એપિસોડમાં રિતેશે રાખી સાવંતને કિસ કરી દીધી હતી. પતિની આ હરકતથી રાખી શરૂઆતમાં ચોંકી ગઈ અને પછી શરમથી લાલ થઈ ગઈ.

હાલના એપિસોડમાં, રાખી સાવંતનો પતિ તેના પર ગુસ્સે થાય છે અને બધાની સામે તેના પર બૂમો પાડવા લાગે છે. રાખી શમિતા શેટ્ટીને આ વાત કહે છે અને કહે છે કે તેનું દિલ અંદરથી તૂટી રહ્યું છે. તે આ પ્રકારનું વર્તન સહન કરી શકતી નથી. ગઈ રાતના એપિસોડમાં રશ્મિ દેસાઈ અને ઉમર રિયાઝ વચ્ચે નિકટતા વધતી જોવા મળી હતી. હવે તો ઘરના લોકો પણ આ બંનેની લવસ્ટોરી વિશે વાત કરવા લાગ્યા છે. આ દરમિયાન રશ્મિએ જાહેરાત કરી છે કે તે ઉમરને પસંદ કરવા લાગી છે.

તમને જણાવી દઈએ કે રશ્મિ દેસાઈએ કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ વચ્ચે અણબનાવ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કરણને એમ પણ કહ્યું કે જો તે તેની સાથે વાત કરે છે, તો તેજસ્વીને સમસ્યા છે. ઉમર રિયાઝના કારણે બધાએ રશ્મિ દેસાઈને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. હાલમાં જ દેવોલીનાએ રશ્મિ પર આરોપ લગાવ્યો અને કહ્યું કે તે સિઝન 13માં સિદ્ધાર્થ શુક્લાની પાછળ હતી. હવે તેનું નિશાન ઉમર છે.

બિગ બોસ 13માં પણ રશ્મિ દેસાઈની લવસ્ટોરીએ હંગામો મચાવ્યો હતો. રશ્મિના બોયફ્રેન્ડ અરહાન ખાનના આવવાથી શોમાં ખળભળાટ મચી ગયો હતો. આટલું જ નહીં, શોના હોસ્ટ સલમાન ખાને રશ્મિની સામે ખુલાસો કર્યો હતો કે અરહાન પહેલેથી જ પરિણીત છે, જે પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે શોને ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવશે અને ખેંચવામાં આવશે.

પરંતુ લેટેસ્ટ માહિતી મુજબ સલમાન ખાનનો શો બિગબોસ જાન્યુઆરીમાં બંધ થવા જઈ રહ્યો છે. તાજેતરમાં, ધ ખબરીએ ટ્વીટ કર્યું હતું કે શોનો ફિનાલે ક્યારે થઈ શકે છે. રીપોર્ટ અનુસાર, બિગબોસ 15ના ફિનાલેની તારીખ 22-23 જાન્યુઆરી રાખવામાં આવી છે. જો મેકર્સ આ શોને લંબાવશે નહીં તો જાન્યુઆરી મહિનામાં જ ફિનાલે થશે.

 

View this post on Instagram

 

A post shared by Voot Select (@vootselect)

Shah Jina