ટાટા ગ્રુપના આ શેરનો ધમાલ, રાકેશ જુનજુનવાલાએ એક અઠવાડિયામાં કમાઈ લીધા 750 કરોડ

તમે સપનામાં જેટલા રૂપિયા નહિ જોયા હોય તેટલા કરોડો રાકેશ જુનજુનવાલાએ ફક્ત એક જ અઠવાડિયામાં કમાઈ લીધા, કાશ આ શેર તમારી પાસે પણ હોત

આગળના અઠવાડિયે બજારમાં આવેલી રાહતરેલીમાં તમામ ક્વોલિટી શેરમાં જોરદાર વધારો થતો જોવા મળ્યો. ભારતીય શેર બજારમાં રાકેશ જુનજુનવાલા એક એવું નામ છે જેના પોર્ટફોલિયો પર નિવેશક ખુબ જ વિશ્વાસ કરે છે. તેઓ જે શેર ખરીદે છે તે પોતાની જાતે જ દોડવા લાગે છે અને સાથે જ તે જે શેર પોર્ટફોલિયો પરથી હટાવી લે છે, તેનો માર્કેટમાં ખરીદદાર પણ નથી મળતો. રાકેશના પોર્ટફોલિયોમાં શામિલ ટાટા ગ્રુપના સ્ટોક ટાઇટન કંપની પણ એવો જ શેર રહ્યો છે જે 2134 રૂપિયાથી વધીને 2295 રૂપિયાના સ્તર સુધી પહોંચી ગયો છે. આ અવધિમાં 720 કરોડ રૂપિયાની કમાણી થઇ છે.

(પ્રતીકાત્મક તસવીર)

26 મેં 2022ના રોજ આ શેર 2124 રૂપિયાના આધારે ઓપન થયો. જેના બાદ શેરમાં લગાતાર વધારો જોવા મળ્યો હતો. 31 મેં ના રોજ કારોબારી સ્તરના અંતમાં આ શેર વધીને 2295 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો હતો. આવી રીતે પાંચ દિવસમાં શેરમાં લગભગ 171 રૂપિયાની તેજી આવી. આગળના એક વર્ષમાં આ શેરે 40 પ્રતિશતનું રિટર્ન આપ્યું છે.

ટાઇટન કંપનીના શેર હોલ્ડિંગ પેટર્નના આધારે જાન્યુઆરી-માર્ચ 2022ની અવધિમાં કંપનીમાં રાકેશ જુનજુનવાલા અને તેની પત્ની રેખા જુનજુનવાલા બંનેની હોલ્ડિંગ છે. રાકેશ જુનજુનવાલાની પાસે કંપનીના 3,53,10,395 શેર એટલે કે 3.98 ફિસદી હિસ્સેદારી છે. અને તેની પત્ની પાસે 95,40,575 શેર એટલે કે 1.07 ટકા હિસ્સેદારી છે.એવામાં ટાઇટન કંપનીમાં જુનજુનવાલા દંપત્તિની સંયુક્ત હિસ્સેદારી 4,48,50,970 શેર એટલે કે 5.05 ટકા થાય છે.

Krishna Patel