દિવંગત મણિરાજ બારોટના ભાણેજ ગાયક રાકેશ બારોટે ખરીદી ખુબ જ શાનદાર લક્ઝુરિયસ કાર, ઢગલાબંધ તસવીરો કરી શેર

ગુજરાતમાં ગાયિકીની દુનિયામાં પોતાનું આગવું નામ બનાવી ચૂકેલા ગાયક રાકેશ બારોટથી કોણ પકરિચિત નથી. તેમના ગીતો દ્વારા તે ગુજરાતીઓના દિલ ઉપર રાજ કરે છે અને આજે તમેની ઓળખ ગુજરાતના છેવાડા ગામડાના ઘર સુધી પણ પહોંચી ગઈ છે. રાકેશ બારોટ તેમના ગીતો ઉપરાંત તેમના અંગત જીવનને લઈને પણ ખુબ જ ચર્ચામાં રહેતા હોય છે.

હાલમાં જ રાકેશ બારોટે તેમના સોશિયલ મીડિયામાં ઉપર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એક બ્રાન્ડ ન્યુ ચમચમાતી ટોયોટા ફોર્ચ્યુનર સાથે જોવા મળી રહ્યા છે. તેમને આ ગાડી સાથે ઉભા રહી અને ઘણી બધી તસવીરો શેર કરી છે અને સાથે પોસ્ટ દ્વારા જે તમેને જણાવ્યું છે કે આ મારી નવી ગાડી છે.

રાકેશ બારોટે પોસ્ટના કેપશનમાં જ લખ્યું છે, “મારી નવી ફોર્ચ્યુનર. તમારા પ્રેમ અને સાથ માટે આભાર !” રાકેશ બારોટની આ પોસ્ટ ઉપર લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ પણ કોમેન્ટ કરીને આ નવી કાર ખરીદવા માટેની શુભકામનાઓ આપી છે. તો આ ઉપરાંત રાકેશ બારોટના ચાહકો પણ તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

રાકેશ બારોટ આજે ગુજરાતનું એક જાણીતું નામ બની ગયા છે, અને આજે તે એક લક્ઝુરિયસ લાઈફ પણ જીવી રહ્યા છે, પરંતુ આ સફળતા સુધી પહોંચવા માટે તેમને ઘણો જ સંઘર્ષ પણ કરવો પડ્યો છે. માત્ર 14 વર્ષની ઉંમરે જ સંગીત પ્રત્યે રુચિ જાગતા તેમને આ દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું.

રાકેશ બારોટ જ્યારે આઠમાં ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે જ તેમના મામા મણિરાજ બારોટ સાથે તેમને પહેલી કેસેટ બનાવી હતી. પરંતુ  ત્યારબાદ વાત આગળ ન વધી અને જયારે મણિરાજ બારોટ દિવંગત થયા તેના પછી રાકેશ બારોટે તેમની  બીજી ઈનિંગ શરૂ કરી અને ધીમે ધીમે સફળતાનાં શિખર સર કરતા ગયા.

ચાહકોએ પણ મણીરાજ બારોટના ભાણેજ એવા રાકેશ બારોટના ગીતોને વધાવ્યા અને તેમને ભરપૂર પ્રેમ આપ્યો. જેના પછી રાકેશ બારોટ એક પછી એક ગીતો લઈને આવ્યા અને ગુજરાતના ખ્યાતનામ ગાયકોના લિસ્ટમાં તેમની ગણતરી થાય છે.

 

View this post on Instagram

 

A post shared by (@rakesh_barot_live)

આ ઉપરાંત રાકેશ બારોટનો ઇન્સ્ટાગ્રામ ઉપર એક વીડિયો જોવા મળ્યો છે, જેમાં ફોર્ચ્યુનર ચલાવતા જોવા મળી રહ્યા છે. તેમની આ શાહી સવારી તેમના ચાહકોને પણ ખુબ જ પસંદ આવી રહી છે અને લોકો પણ તેમને આ નવી કાર માટે શુભકામનાઓ આપી રહ્યા છે.

Niraj Patel