રાજુલાના યુવક કેનેડાથી દુલ્હન લાવ્યો, હિંદુ વિધિવિધાનથી કર્યા લગ્ન, લોકો ઉમટી પડ્યા- જુઓ ફોટા
એવું કહેવાય છે કે પ્રેમને કોઈ સીમાડા નથી નડતા. પ્રેમના ફૂલ સુક્કા રણમાં પણ ખીલી ઉઠે છે. ત્યારે આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા દ્વારા ઘણા લોકો પ્રેમના બંધનમાં પણ બંધાતા હોય છે અને આ પ્રેમને એક પડાવ આગળ લઇ જતા લગ્ન પણ કરી લેતા હોય છે. છેલ્લા થોડા સમયમાં જ આવી ઘણી કહાનીઓ સામે આવી છે.
ઘણીવાર વિદેશી દુલ્હનને ભારતીય મુરતિયો ગમી જવાની ઘટના સામે આવે છે તો ઘણીવાર ભારતની યુવતી વિદેશી મુરતિયા સાથે લગ્ન કરતી હોય છે. ત્યારે આવા લગ્ન જયારે હિન્દૂ રીતિ રિવાજ અનુસાર યોજાય છે ત્યારે તેની ચર્ચાઓ ઠેર ઠેર છવાઈ જતી હોય છે. હાલ એવા જ એક લગ્ન રાજુલામાંથી સામે આવ્યા છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ રાજુલાનો અને વર્ષ 2018માં કેનેડાની અંદર અભ્યાસ કરવા માટે ગયેલા જય પડિયા નામના યુવકને મૂળ ફિલિપાઇન્સની અને કેનેડામાં તેની સાથે અભ્યાસ કરતી કોલીન સાથે આંખ મળી ગઈ હતી. થોડા જ સમયમાં બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં ડૂબ્યા અને આખરે તેમને પોતાના પ્રેમને એક અલગ મુકામ આપવાનું નક્કી કરી લીધું.
જેના કારણે કોલીન અને તેનો પરિવાર ભારત આવ્યા અને ગત ગત 22 ફેબ્રુઆરીના રોજ જય અને કોલીન બંને હિન્દૂ વિધિ વિધાન અનુસાર લગ્નન બંધનમાં બંધાઈ ગયા. આ લગ્ન ખુબ જ ધામધૂમથી રાજુલામાં આવેલી પટેલ વાડીમાં આયોજિત થયા હતા. હવે તેમના લગ્નની ઘણી બધી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
જય અને કોલીન બંને કેનેડામાં જ રહે છે અને અભ્યાસ બાદ બંને સાથે જ નોકરી પણ કરે છે. ત્યારે આ બંનેને એકબીજા સાથે પ્રેમ થતા જ તેમને પોતાના પરિવારને પણ તેમના પ્રેમ સંબંધો વિશે જણાવ્યું હતું. પરિવારની હા થયા બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને પોતાના વતન રાજુલામાં આવીને હિન્દૂ રીતિ રિવાજ અનુસાર સાત ફેરા લીધા.