રાજુ શ્રીવાસ્તવની હાલત સતત થઇ રહી છે ખરાબ, માથાની નસ દબાયેલી હોવાના કારણે હાલત સુધરવામાં થઇ રહ્યું છે મોડું, MRI રિપોર્ટ આવ્યો સામે

લોકપ્રિય હાસ્ય કલાકાર-અભિનેતા રાજુ શ્રીવાસ્તવની હાલત હાલ ખુબ જ ગંભીર છે અને હજુ પણ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસના ICUમાં લાઈફ સપોર્ટ પર છે. મીડિયા રિપોર્ટ દ્વારા સોમવારે આ માહિતી આપવામાં આવી હતી. કહેવાય છે કે રાજુ શ્રીવાસ્તવ 120 કલાકથી વધુ સમય સુધી એમ્સમાં બેભાન છે. રાજુ શ્રીવાસ્તવના પરિવારજનોની સાથે સાથે તેમના ચાહકો પણ તેમના સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

આ ક્રમમાં હવે રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યને લગતી લેટેસ્ટ અપડેટ સામે આવી છે. રાજુના પરિવારજનોના જણાવ્યા અનુસાર તેની તબિયતમાં હવે સુધારો થઈ રહ્યો છે. તે પણ હવે રિસ્પોન્ડ કરી રહ્યો છે. આ સિવાય તાજેતરમાં જ તેમનો MRI રિપોર્ટ પણ સામે આવ્યો છે. તાજેતરમાં જાહેર થયેલા અહેવાલ મુજબ, ડોક્ટરોએ રાજુ શ્રીવાસ્તવનું એમઆરઆઈ કર્યું છે.

રાજુના ભાઈ દીપુએ આ વિશે જણાવ્યું કે ડોક્ટર કહે છે કે રાજુના માથામાં કોઈ નસ દબાયેલી છે. આવી સ્થિતિમાં ડૉક્ટરો તેને જલ્દી ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, ડોકટરોનું કહેવું છે કે નસના દબાવાના કારણે તેમને સાજા થવામાં થોડો સમય લાગી શકે છે. પરંતુ આશા છે કે તે ઠીક થઈ જશે. આવી સ્થિતિમાં ડોક્ટરો પણ તેમનો જલ્દી ઈલાજ કરવાના પૂરા પ્રયાસ કરી રહ્યા છે.

રાજુ શ્રીવાસ્તવ 10 ઓગસ્ટના રોજ જીમમાં કસરત કરી રહ્યો હતો. ત્યારબાદ તેમને હાર્ટ એટેક આવતા એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે જ દિવસે તેની ‘એન્જિયોપ્લાસ્ટી’ કરવામાં આવી હતી. મીડિયા અહેવાલ અનુસાર, “તેમની હાલત ગંભીર છે. તેમાં કોઈ સુધારો થયો નથી. તે લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે.” તેની હાલત જોઈને ડોક્ટરે તેના હૃદયમાં બે સ્ટેન્ટ લગાવ્યા હતા. રાજુના હૃદયમાં 100 ટકા બ્લોકેજ જોવા મળ્યું હતું. આ પછી તેને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યો હતો. આ પછી તેના મગજે પણ કામ કરવાનું બંધ કરી દીધું હતું.

કોમેડિયનની તબિયત બગડી હોવાથી સોશિયલ મીડિયા પર આ પ્રકારની અફવાઓ પણ વાયરલ થઈ રહી છે. આવી સ્થિતિમાં ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને રાજુના પરિવારના સભ્યોએ લોકોને અપીલ કરી છે કે લોકો ફેક ન્યૂઝ અને અફવાઓ પર ધ્યાન ન આપે. આ સાથે તેણે કોમેડિયનના ચાહકોને એમ પણ કહ્યું કે તેની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. તેથી તેમના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરો.

Niraj Patel