ભયાનક અકસ્માતમાં થઇ પતિ-પત્નીની મોત, બે બાળકોએ ગુમાવી માતા-પિતાની છાયા, જાણો

આ એક્સીડંટમાં થયો મોટો ચમત્કાર, બંને બાળકોની હાલત જાણીને આશ્ચર્યચકિત થઇ જશો

રાજસમંદમાં રવિવારે હાઇવે પર એક ગાડી બેકાબૂ થઇ પલટી ગઇ. તેમાં ગાડી સવાર પતિ-પત્નીની મોત થઇ ગઇ. તેમજ તેમનો 13 વર્ષનો દીકરો ઘાયલ છે, જયારે 3 વર્ષની દીકરીને કોઇ જ ઇજા પહોંચી નથી. અકસ્માત એટલો ગંભીર હતો કે ગાડીમાં ફસાયેલ વ્યક્તિના મૃતદેહને એક કલાકની જહેમત બાદ ક્રેનની મદદથી નીકાળવામાં આવ્યા હતા.

“જાકો રાખે સાઇયાં માર શકે ના કોઇ” આ કહેવત રાજસ્થાનમાં સાબિત થઇ જોઇ શકાય છે. અહીં રાજસમંદ જિલ્લામાં એક જોરદાર અકસ્માત થયો હતતો. જયાં તેજી સાથે ચાલી રહેલ ગાડી અચાનક બેકાબૂ થઇ પલટી મારી ગઇ. કારમાં બેઠેલા પતિ-પત્નીની ઘટના સ્થળે જ દર્દનાક મોત થઇ ગઇ, જયારે ગાડીમાં સવાર બે બાળકોને કંઇ થયુ ન હતુ. તેઓ સંપૂર્ણ રૂપથી ઠીક છે. બધા આ ઘટનાથી હેરાન છે કે આ ભયાનક અકસ્માતમાં આખરે આ બાળકો કેવી રીતે બચી ગયા.

ભીમ પોલિસ સ્ટેશનના એસઆઇના જણાવ્યા અનુસાર, નૌવા હનુમાન ગઢ નિવાસી સિદ્ધાર્થ પત્ની સુમન, દીકરો સાત્વિક અને દીકરી સાનવી સાથે ગાડીમાં સુરતથી હનુમાનગઢ આવી રહ્યા હતા. અચાનક જ ગાડી બેકાબૂ થઇ પલટી મારી ગઇ. સૂચના મળવા પર પહોંચેલી પોલિસે ચારેયને હોસ્પિટલ પહોંચાડ્યા, જયાં ડોકટરએ પતિ પત્નીને મૃત જાહેર કર્યા હતા.

સિદ્ધાર્થનો સુરતમાં કપડાનો વેપાર છે. તે હોળીના વેકેશન પર પરિવાર સાથે હનુમાનગઢ આવ્યો હતો. માતા-પિતાની મોત બાદ તેમના બાળકો એકલા રહી ગયા છે. તમને જણાવી દઇએ કે, દીકરો સાત્વિક 7માં ધોરણમાં ભણે છે અને દીકરી સાનવી જુનિયરમાં ભણે છે.

આ ઘટનામાં સાત્વિકના હાથ પર ફેક્ચર થયુ છે અને સાનવીને કોઇ નુકશાન પહોંચ્યુ નથી. આ ભયાનક અકસ્માતમાં સિદ્ધાર્થ ગાડીની સીટ પર ફસાયેલ હતો. પોલિસે ક્રેન મંગાવી મૃતદેહને લગભગ એક કલાકની મહેનત બાદ  બહાર નીકાળ્યો હતો. પોલિસે મૃતક દંપતીના મૃતદેહને ભીમ હોસ્પિટલની મોર્ચરીમાં રખાવડાવ્યા હતા અને તે બાદ તેમના પરિવારજનોને પણ સૂચના અપાઇ હતી.

Shah Jina