જાણો પીએમ અને સીએમ શું કરી રહ્યા હતા વાત? આખરે સામે આવી જ ગયું પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ યોગીની આ તસવીરનું રાઝ

દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ફોટો ગયા સપ્તાહે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તસવીરમાં પીએમ મોદી સીએમ યોગીના ખભા પર હાથ મૂકી રહ્યા છે અને ફોટો જોઈને લાગી રહ્યું છે કે તેઓ યુપીના સીએમને કંઈક સમજાવી રહ્યા છે. આવતા વર્ષે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે, આવી સ્થિતિમાં આ ફોટાને લઈને રાજકીય પક્ષો સાથેના લોકોમાં ઘણી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

આ બધાની વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ તસવીર પરથી પડદો હટાવ્યો છે અને કહ્યું છે કે પીએમ મોદી સીએમ યોગીને શું સમજાવી રહ્યા છે. રાજનાથ સિંહે ટ્વીટ કર્યું, ‘ગત સપ્તાહે ટ્વિટર પર યોગી આદિત્યનાથે પોતાની અને પીએમ મોદીની તસવીર શેર કરી હતી, જેમાં પીએમ મોદી તેમના ખભા પર હાથ રાખીને તેમને કંઈક કહી રહ્યા હતા. જાણો યોગી આદિત્યનાથના કાનમાં તેમણે શું કહ્યું. તેમણે કહ્યું કે સીએમ યોગીએ ઝડપી બેટિંગ કરવી જોઈએ. મજબૂતી સાથે રમો, વિજય નિશ્ચિત છે.

યોગી આદિત્યનાથે ગત રવિવારે પીએમ મોદી સાથેની તસવીર શેર કરી હતી, જે ઝડપથી વાયરલ થઈ ગઇ હતી. આ તસવીર સાથે સીએમ યોગી આદિત્યનાથે ટ્વીટમાં લખ્યું હતુ કે, હમ નિકલ પડે હે પ્રણ કરકે અપના તન-મન અર્પણ કરકે, જિદ હે એક સૂર્ય ઉગાના હે, અંબર સે ઊંચા જાના હે, એક નયા ભારત બનાના હે.

સીએમ યોગીએ જે તસવીર ટ્વીટ કરી હતી, તેમાં તે અને પીએમ બંને રાજભવનમાં ઊભા દેખાઇ રહ્યા છે. આ ટ્વીટમાં જે સૂર્યને ઉગાડવાની વાત થઇ રહી છે તે બીજેપીની સરકાર ફરીથી બનાવવાની છે. પીએમ મોદી અને સીએમ યોગીની તસવીર સામે આવતા જ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ યોગી આદિત્યનાથ પર પ્રહારો કર્યા છે.

Shah Jina