10 વર્ષના લાંબા ડેટિંગ બાદ આખરે પોતાની પ્રેમિકા પત્રલેખા સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયો રાજકુમાર રાવ, જુઓ લગ્નની તસવીરો

બૉલીવુડ અભિનેતા રાજકુમાર રાવ આજે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે, રાજકુમાર અને પત્રલેખા આજે ચંદીગઢના આલીશાન રિસોર્ટમાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.જયપુરમાં પારંપરિક સમારોહમાં લગ્ન કરવા જઇ રહ્યાં છે. તેમના લગ્નમાં ફક્ત તેમના નજીકના લોકો સામેલ થયા હતા.

હવે રાજકુમાર રાવના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે, બંને લગ્નના જોડાની અંદર ખૂબ જ સુંદર દેખાઇ રહ્યા છે, રાજકુમારની પત્ની પત્રલેખા તો કોઈ અપ્સરા કરતા જરા પણ કમ નથી દેખાઈ રહી. તેમના લગ્નની આ તસવીરો જોઈને ચાહકો પણ ખૂબ જ ખુશખુશાલ થઈ ગયા છે.

રાજકુમાર રાવના લગ્નની આ તસવીરો ઉપર તેમના ચાહકો તેમને કોમેન્ટ કરી અને શુભકામનાઓ આપી રહ્યા છે, ચાહકો ઉપરાંત ઘણા સેલેબ પણ તેમને સુખી લગ્ન જીવનની શુભકામનાઓ આપી છે, રાજકુમાર અને પત્રલેખા બંને એકબીજાને છેલ્લા 10 વર્ષથી ડેટ કરી રહ્યા હતા અને આખરે આજે એ સમય આવી જ ગયો જ્યારે બંને સાત જન્મો માટે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.

પત્રલેખાને વર્ષ 2018માં તેમના લગ્ન અંગે સવાલ કર્યો ત્યારે પત્રલેખાએ કહ્યું હતુ, લગ્ન પહેલાં રાજકુમાર રાવ અને તેમને ઘણી બધી બાબતો પર ધ્યાન આપવાનુ છે, તેથી અત્યારે ઓછામાં ઓછા 6-7 વર્ષો સુધી તેમની કોઈ યોજના નથી. પરંતુ હવે બંને વધુ રાહ જોઈ શક્યા નહી અને આજે તમને પોતાના જીવનમાં એકસાથે નવા અધ્યાયની શરૂઆત કરી દીધી છે.

આ પહેલા તેમની પ્રી-વેડિંગ સેરેમની યોજાઇ હતી, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં રાજકુમાર તેના ઘૂંટણિયે બેસીને પત્રલેખાને પ્રપોઝ કરતો અને વીંટી પહેરતો જોવા મળી રહ્યો હતો.

YC