હે ભગવાન, 23 વર્ષીય નિલેશ ચાવડા કુદરતી હાજતે ગયો ને ત્યાં જ ઢળી પડ્યો, હાર્ટ એટેકથી મૃત્યુ થઇ ગયું, જાણો આખી મેટર
ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી યુવકોના હાર્ટ એટેકને કારણે મોતના કિસ્સા સામે આવી રહ્યા છે. ક્રિકેટ અથવા તો ફુટબોલ રમતી વખતે કે પછી જીમમાં એક્સરસાઇઝ કરતી વખતે અચનાક હાર્ટ એટેક આવવાના કિસ્સા પણ સામે આવ્યા છે જેમાં કોઇ વ્યક્તિનું સ્થળ પર જ મોત થયુ હોય. ત્યારે હાલમાં વધુ એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે, જેમાં કુદરતી હાજતે ગયેલા 23 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત થતા ચકચારી મચી ગઇ છે.મોત યુવક બાથરૂમમાં જ ઢળી પડ્યો હતો અને તેને દરવાજો તોડી બહાર કઢાયો હતો.
જો કે, 108 મારફતે તેને સિવિલ હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યો પણ ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના આજી વસાહતમાં આવેલ ખોડિયારનગરમાં રહેતો 23 વર્ષીય નિલેશ ચાવડા કુદરતી હાજતે ગયો હતો અને તેને હાર્ટ એટેક આવવાને કારણે તે બાથરૂમમાં જ ઢળી પડ્યો હતો.ત્યારે વહેલી સવારે મૃતકના પિતાએ બાથરૂમનો દરવાજો ખખડાવતા તેણે ખોલ્યો નહિ તો દરવાજો તોડી તેને બહાર કાઢવામાં આવ્યો અને સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો,
પરંતુ ત્યાં તેને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરાતા અને હાર્ટ એટેકથી મોત થયુ હોવાનું જણાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, હાર્ટ એટેકના ઘણા કિસ્સા રાજ્યમાંથી સામે આવી ચૂક્યા છે. આ પહેલા રાજકોટમાંથી જ ક્રિકેટ રમતા રમતા એક યુવકનું હાર્ટ એટેકને કારણે મોત નિપજ્યું હોવાનું સામે આવ્યુ હતુ. છેલ્લા થોડા દિવસોથી રાજકોટમાં હાર્ટ એટેકની વધુ ઘટના બની રહી છે.