હે ભગવાન આ શું થઇ રહ્યુ છે…રાજકોટમાં જુવાનજોધ યુવાનનું હાર્ટ એટેકથી થયું મોત- પરિવારમાં છવાયો માતમ

હે રામ, શું થવા બેઠું છે ! 24 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત, પરિવાર શોકાતુર

ગુજરાતમાંથી હાર્ટ એટેકથી થતા મોતનો સિલસિલો યથાવત છે, ત્યારે હાલમાં રાજકોટમાંથી વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યુ હોવાનું સામે આવ્યુ છે. હાલમાં જ રાજકોટમાંથી જન્માષ્ટીના મેળામાં ચકડોળમાં બેઠેલી યુવતીનું હાર્ટ એટેકથી મોત થયુ હોવાનું સામે આવ્યુ હતુ,

ત્યારે હવે કારખાનામાં કામ કરતા કરતા મુકેશ વઘાસિયાને માત્ર 24 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થયુ હોવાનું સામ આવ્યુ. જો કે, તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો પણ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને લઇ આખા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

File Pic

જણાવી દઇએ કે, જેતપુરના લોકમેળામાં એક યુવતીને ચકડોળમાં બેઠી હતી તે સમયે હાર્ટ એટેક આવ્યો હતો અને તે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ પણ તેનું મોત થયુ હતુ. મૃતક યુવતીની થોડા દિવસ પહેલા જ સગાઇ થઇ હતી અને તે પોતાના સાસરે આવી હતી. જન્માષ્ટમી સમયે જ વધુ એક 25 વર્ષીય જતીન સરવૈયાનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યુ હતુ.

Shah Jina