રાજકોટમાં પરિણીતાએ કર્યો આપઘાત, 9 વર્ષની દીકરી માટે કહી ભાવુક વાત

Married Woman Commited Suicide : ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના કિસ્સા સામે આવે છે. ત્યારે હાલમાં રાજકોટમાંથી એક પરણિતાના આપઘાતનો મામલો સામે આવ્યો છે, પરણિતાના આપઘાત બાદ આ મામલે તેના નાના ભાઈએ માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં બહેનના પતિ, સસરા, સાસુ અને પતિની પ્રેમિકા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસને આપેલી ફરિયાદ અનુસાર, અલકા પરમારના લગ્ન લગભગ 11 વર્ષ પહેલા જસ્મીન પરમાર સાથે થયા હતા. આ લગ્ન જીવનથી દંપતિને નવ વર્ષની દીકરી પણ છે.

લગભગ એકાદ વર્ષ પહેલા મૃતકને પેટની કોથળીમાં ગાંઠ હોવાથી ઓપરેશન કરાવ્યું અને આ દરમિયાન પેટની કોથળી કાઢી નાખી. જે બાદ પતિને વંશ આગળ વધારવા સંતાનમાં દીકરો ન થતા મૃતકના પતિ અને સાસુ-સસરા શારીરિક અને માનસિક ત્રાસ આપતા. મૃતકના ભાઇની ફરિયાદ પ્રમાણે તેની બહેનના પતિને પાડોશમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ પણ છે. ઉલ્લેખનીય છે કે, પરણિતાએ આપઘાત પહેલા વીડિયો પણ બનાવ્યો છે અને તેમાં પતિને અન્ય સ્ત્રી સાથે સબંધ હોવાથી ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કર્યો છે.

પરિણીતાના આપઘાત બાદ તેના નાના ભાઇએ મૃતક અલકાબેનના નાના ભાઈ નયનભાઈ ચૌહાણ દ્વારા માલવીયા નગર પોલીસ સ્ટેશન ખાતે પતિ જસ્મીનભાઈ પરમાર, સસરા રમેશભાઈ પરમાર, સાસુ સરોજબેન પરમાર તેમજ બહેનના પતિની પ્રેમિકા પાયલ વિરુદ્ધ આઈપીસીની કલમ 306, 498 (એ) તેમજ 114 મુજબ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. ફરિયાદીએ જણાવ્યુ કે, તેની બહેને આપઘાત પહેલા જે વીડિયો બનાવ્યો હતો તેમાં તે કહે છે કે, જસ્મીન જતી રહે જતી રહે એવુ કરે છે પરંતુ મારે ક્યાં જવું ?

File Pic

જસ્મીનને હું નથી જોઈતી એટલા માટે હું આ પગલું ભરી રહી છું. હું મરી જાઉં છું હવે દવા પીને મારી છોકરીને સંભાળી લેજો બધા મળીને. આ ઉપરાંત મૃતકે લખેલી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેનો ફોટો પણ મૃતકના મોબાઇલમાંથી જ મળી આવ્યો હતો. પરિણીતાએ પતિના લફરાં અંગે પણ વીડિયોમાં વાત કરી હતી. પત્નીનો ગંભીર આક્ષેપ છે કે, તેના પતિનું એક મહિલા સાથે ચક્કર ચાલી રહ્યું છે.

Shah Jina