રાજકોટમાં અનોખા લગ્ન ! સ્મશાનમાં જાનનો ઉતારો, મુહૂર્ત અને ચોઘડિયા વિનાં ઊંધા ફેરા અને કન્યા કરશે કાળા વસ્ત્રો ધારણ કરી વરરાજાનું સ્વાગત

જાનને સ્માશનમાં ઉતારો, વર-કન્યા ફરશે ઉંધા ફેરા, રાજકોટમાં યોજાશે અનોખા લગ્ન, જાણો કારણ

લગ્ન એ દરેક દુલ્હા-દુલ્હન માટે જિંદગીનો સૌથી મોટો અને ખાસ અવસર હોય છે. ઘણા લોકો પોતાના લગ્નને લઇને એટલા ઉત્સુક હોય છે કે તેઓ તેમના ખાસ દિવસને યાદગાર બનાવવાના અનોખા પ્રયાસ કરતા હોય છે તો ઘણા મહિનાઓ અને વર્ષથી લગ્નની તૈયારી કરતા હોય છે. કેટલાક તેમના લગ્નમાં સેલિબ્રિટિઓને બોલાવે છે, તો કેટલાક તેમની દુલ્હનને લેવા હેલિકોપ્ટર દ્વારા પહોંચે છે.

જો કે, આ સમયે રાજકોટનાં રામોદ ગામે જે લગ્ન યોજાવાના છે તેની ખૂબ ચર્ચા થઇ રહી છે. કારણ કે આ લગ્ન સ્મશાનમાં યોજાશે. રામોદ ગામની પાયલ રાઠોડનાં લગ્ન જયેશ સરવૈયા સાથે થવાના છે અને જાનનો ઉતારો સ્મશાનમાં આપવામાં આવવાનો છે. બુધવારે એટલે કે રામનવમીનાં દિવસે પાયલની જાન આવશે. આ લગ્ન મુહૂર્ત અને ચોઘડિયા જોયા વિનાં થશે તેમજ ઊંઘા ફેરા દુલ્હ-દુલ્હન ફરશે.

આ લગ્નની સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે દુલ્હન કાળા વસ્ત્રો ધારણ કરી વરરાજાનું સ્વાગત કરશે. આ ઉપરાંત વર-વધુ લગ્ન મંડપમાં સપ્તપદીનાં બદલે બંધારણનાં સોગંધ લેશે. આ મામલે યુવતીનાં પરિવારે જણાવ્યુ કે- માન્યતાઓનું ખંડન કરવાનાં પ્રયાસ અંતર્ગત સ્મશાનમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને સમાજમાં રહેલા કુરિવાજને દૂર કરવા માટેનો આ અનોખો પ્રયાસ છે.

Shah Jina