Love Jihad incident in Rajkot : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લવ જેહાદના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે, જેમાં અન્ય ધર્મના લોકો નામ બદલીને હિન્દૂ યુવતીઓને પોતાની પ્રેમ જાળમાં ફસાવતા હોય છે અને પછી પોતાની હવસ સંતોષી તરછોડી દેતા હોય છે કે પછી તેમને મુસ્લિમ સ્વીકારવા માટે મજબુર કરી દેતા હોય છે, આવા ઘણા મામલા સામે આવી ચુક્યા છે, ત્યારે હાલ રાજકોટમાં એક એવો જ મામલો ચર્ચામાં છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં એક યુવતીના માતા-પિતાએ લવ જેહાદનો આક્ષેપ કર્યો હતો. તેમને જણાવ્યું હતું ક્રિકેટ કોચિંગ શીખવી રહેલા એક મુસ્લિમ યુવક મહેબૂબ બુખારીએ તેમની દીકરીને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી, છેલ્લા ચાર વર્ષથી કોલેજ કરતી તેમની દીકરીને મહેબૂબે ફસાવી હતી, જેના બાદ થોડા સમય પહેલા જ યુવતી ગાયબ થઇ ગઈ હતી.
યુવતીના ગાયબ થયા બાદ તેના માતા પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી અને યુવતીનું ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાનું પણ તેમને ફરિયાદમાં જણાવ્યું હતું. જેના બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. પરંતુ હવે આ મામલે એક નવો જ વળાંક આવી ગયો છે. ઘરેથી નીકળી ગયેલી દીકરી હવે કોર્ટ સમક્ષ હાજર થઇ અને તેને મીડિયા સમક્ષ જે નિવેદન આપ્યું તેની હવે જોરદાર ચર્ચા થઇ રહી છે.
યુવતીએ જણાવ્યું કે “મારા માતા પિતાએ મારા પર તદ્દન ખોટા આક્ષેપો કરેલા છે. હું 26 તારીખે મારા ઘરેથી નીકળી ગઈ છું, મારા મા-બાપના ત્રાસથી. તેઓ મને મારે છે, આ ન્યુઝમાં અને બધામાં આવે છે એ બધા જ આક્ષેપો ખોટા છે અને હું અત્યારે અલગ અલગ મારા મિત્રોના ઘરે જ રહું છું. મારા પર જે આક્ષેપો નાખેલા છે કે હું ઘરેથી સોના ચાંદીના દાગીના લઈને મહેબૂબ બુખારીને આપતી તે તદ્દન પાયાવિહોણા છે.
આ ઉપરાંત તેણે એમ પણ જણાવ્યું કે મારી સાથે કોઈપણ પ્રકારનું ગેરકૃત્ય પણ થયેલું નથી. યુવતીએ એમ પણ જણાવ્યું કે મારા માતા પિતા મને મારે છે અને મારી મરજી વિરુદ્ધ મારા લગ્ન કરાવવાની વાત કરે છે. મને નાનપણથી ટોર્ચર કરતા આવે છે. માથામાં છરીઓ મારે છે.” આ રીતે હવે યુવતીના આવા નિવેદન બાદ આ મામલામાં નવો વળાંક આવ્યો છે. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવાનું રહ્યું.