રાજકોટ : 14 વર્ષના માલિકના દીકરાને બંધક બનાવી નેપાળી ચોકીદારે લૂંટ્યો બંગલો, 10 લાખ રોકડા અને આટલા લાખના દાગીનાની ચલાવી લૂંટ

14 વર્ષના બાળકને બંધક બનાવીને બંગલો લૂંટ્યો; નોકરે ફિલ્મી ઢબે કર્યો કાંડ : 10 લાખ રોકડા અને આટલા લાખના દાગીના….

ગુજરાતમાંથી અવાર નવાર લૂંટની ઘટના સામે આવતી રહે છે. હાલમાં જ રાજકોટમાંથી લૂંટનો કિસ્સો પ્રકાશમાં આવ્યો, જેમાં ઘરઘાટી તરીકે કામ કરતા એક ઇસમે માલિકના ઘરમાં જ લૂંટ ચલાવી. આ ઘટના ત્યારે બની જ્યારે માલિક પરિવાર સાથે અમદાવાદ ગયા હતા અને તેમનો દીકરો દાદા સાથે ઘરે હતો. બસ પછી શું, ઘરઘાટી તરીકે આ ઇસમે આ તકનો લાભ લીધો અને બાળકને બંધક બનાવીને સમગ્ર વારદાતને અંજામ આપ્યો. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં બાળકને ઇજા થઇ ન હતી. આ ઇસમ નેપાળી શખ્સ હતો,

જેને બિલ્ડરે દોઢેક મહિના પહેલા જ અન્ય વ્યક્તિના રેફરન્સથી નોકરી માટે રાખ્યો હતો. આ વ્યક્તિ વિશે બિલ્ડરે કોઇ વિગતો લીધી ન હતી. આ ઇસમે ઇન્દિરા સર્કલ નજીક આવેલા રોયલ પાર્ક 4માં રહેતા બિલ્ડરના બંગલે બંદૂકના નાળચે 10 લાખ રોકડા અને 25 લાખના દાગીનાની લૂંટ ચલાવી. આ અન્ય નેપાળી શખ્સને બોલાવી લૂંટની વારદાતને અંજામ આપ્યો હતો. વહેલી સવારે સાત વાગ્યા આસપાસ ઘરઘાટીએ બાળકને તારુ કામ છે

કહીને ઘરનો દરવાજો ખોલાવ્યો અને ત્રણ શખ્સ ઘરમાં ઘૂસી આવ્યા. નેપાળી શખ્સે જશ સિંઘવને છરી બતાવીને ડરાવ્યો અને ઓશિકા ફાંડી કપડાંથી બાંધી તેને બંધક બનાવ્યો. બાળકને ધારદાર હથિયાર બતાવી ઘરમાં રોકડ અને ઘરેણા ક્યાં પડ્યા છે તેની બાતમી મેળવી અને પછા ઘટનાને અંજામ આપ્યો. પોલિસે આ મામલાને લઇને અલગ અલગ વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને આરોપીઓના ચહેરા જાહેર કર્યા.

રાજકોટના રોયલ પાર્ક શેરી નંબર 7માં માતોશ્રી બંગલો આવેલો છે અને અહીં પ્રભાતભાઈ દૂધાતનો પરિવાર રહે છે. તેઓ પરિવાર સાથે કામ સંદર્ભે અમદાવાદ ગયા ત્યારે તેમનો 14 વર્ષનો પુત્ર જશ ઘરમાં એકલો હતો. આ દરમિયાન બંગલામાં કામ કરતા નેપાળી ચોકીદાર અનિલે ઘરમાં લૂંટ ચલાવી અને તે માટે તેણે જશને ઓશિકા ફાંડી કપડાંથી બાંધી બંધક બનાવ્યો.

Shah Jina