રાજકોટ : નવી નક્કોર થાર કાર બેકાબૂ બની ડિવાઇડર પર ચઢી ગઇ, મોંઘીદાટ કાર મૂકીને ચાલાક ભાગી ગયો- જુઓ તસવીરો

ગુજરાત રાજયમાં અવાર નવાર અકસ્માતની ઘણી ઘટના સામે આવતી રહે છે અને ઘણીવાર આવી ઘટનામાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થતા હોય છે તો ઘણીવાર અકસ્માતમાં કેટલાક લોકો જીવ પણ ગુમાવતા હોય છે. પરંતુ ઘણીવાર એવું બનતુ હોય છે અકસ્માત ભયાનક લાગતો હોય પરંતુ સદનસીબે કોઇ જાનહાનિ ન થઇ હોય, હાલ આવો જ એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે.

જેમાં મહિન્દ્રા કંપનીની નવી નક્કોર થાર કાર ડિવાઇડર સાથે અથડાઇ હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. જો કે સદનસીબે આ કોઇ જાનહાનિ થવા પામી ન હતી. ઉલ્લેખનીય છે કે, ઘણી વાર આવા અકસ્માતનો ભોગ નિર્દોષ લોકો બની જતા હોય છે અને પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે. ઘણીવાર એવું પણ બનતુ હોય છે કે કારને કે કોઇ ટુ વ્હીલરને ઘણુ નુકશાન થાય પરંતુ કોઇ જાનહાનિ થતી નથી હોતી. આવો જ અકસ્માત રાજકોટના રેસકોર્સ રીંગરોડ પર ગઇકાલના રોજ થયો હતો.

ઘટનાની વિગત તપાસીએ તો, રાજકોટ શહેરના રેસકોર્સ રીંગરોડ પર ગઇકાલના બપોરના 12 વાગ્યા આસપાસ બહુમાળી ભવન ચોક નજીક એક કાર ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.માધવરાવ સિંદ્યા ક્રિકેટ ગ્રાઉન્ડ તરફના ગેટ પાસેથી નીકળી મહિન્દ્રા કંપનીની નવીનકોર થાર ગાડી લઇ એક વ્યક્તિ જઇ રહ્યો હતો અને બહુમાળી ભવન સર્કલ ફરી પરત અંદર જવા સમયે ડ્રાયવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.

ઉલ્લેખનીય છે કે, કાર ડિવાઈડર પર ચડી જતા ધડાકાભેર અવાજ આવ્યો હતો અને બનાવ પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. આ ઘટનામાં પ્રાથમિક તારણ એ છે કે બ્રેક મારવાને બદલે કારચાલકે લીવર પર પગ મૂકી દેતા અકસ્માત સર્જાયો હતો અને કાર ડિવાઈડર પર ચડી ગઇ હતી, જો કે આ ઘટનામાં કોઇ જાનહાનિ થવા પામી ન હતી પરંતુ કારને ઘણુ નુકશાન થયુ હતુ.

Shah Jina