રાજકોટ: રીલ્સ ઉતારવાની લ્હાયમાં 4 વર્ષના ટેણિયાએ 100ની સ્પીડે ચલાવી કાર અને પછી થયો એવો અકસ્માત કે…

Over Speeding Car Crashed : ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતોના બનાવો સામે આવે છે. કેટલાક લોકો તો સોશિયલ મીડિયામાં લાઇક મેળવવા અને વ્યુઝ મેળવવાના ચક્કરમાં જોખમી ખેલ પણ કરતા હોય છે અને આને કારણે પણ તેઓ અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે હાલમાં રવિવારે સાંજે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર એક 14 વર્ષનો ટેણિયો કે જે તેના મિત્રોને કારમાં બેસાડી 100થી વધુની સ્પીડે નીકળ્યો અને રીલ્સ ઉતારવાની લ્હાયમાં તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો.

જે બાદ કાર સીધી જ ઝાડ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. સદ્દનસીબે કોઇ રાહદારી કે અન્ય વાહનચાલકોને ઇજા થઇ નહોતી. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર રવિવારે સાંજે ફનવર્લ્ડથી પોલીસ હેડ ક્વાર્ટર તરફ સફેદ કલરની સ્વિફ્ટ કાર 100થી વધુની સ્પીડે પસાર થઇ અને ઝાડ સાથે જોરદાર અથડાઇ, જે બાદ લોકો દોડી ગયા. પૂરપાટ ઝડપે જઇ રહેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યા બાદ કાર ગોથું મારી ડિવાઇડર પર ચડી ગઇ હતી અને ઝાડ સાથે અથડાઇ હતી.

આ અકસ્માતને પગલે કારનો આગળનો ભાગ તો ચગદાઇ ગયો હતો અને કારમાં બેઠેલા અમન અલ્તાફ અયાન અને હેત ભટ્ટને ઇજા થતાં બંનેને અર્ધબેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક એસીપી સહિ પોલિસ કાફલો દોડી ગયો હતો અને અકસ્માતગ્રસ્ત કારને રસ્તા પરથી દૂર કરી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરાવી હતી. એસીપીએ જણાવ્યું કે કાર હેત ભટ્ટ ચલાવતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

File Pic

હેત કાર ચલાવતો હતો અને ચાલુ કારે રીલ્સ ઉતારવા કાર પૂરપાટ ઝડપે ચલાવી અને રીલ્સની લહાયમાં સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો. 14 વર્ષિય હેત ભટ્ટ કાર ચલાવતો હતો અને કારમાં અમન, મયાનન સહિત ચાર લોકો બેઠા હતા. જો કે, હાલ તો એવો સવાલ છે કે કિશોર હેતને કાર કોણે આપી ? લાયસન્સ ન હોવા છતાં પણ કાર ચલાવીને ગુનો આચરનાર હેત જેટલો જ જવાબદાર કાર આપનાર શખ્સ પણ છે. પોલીસે કારમાલિક સહિતનાઓ સામે કાર્યવાહી કરવાની કવાયત શરૂ કરી હતી.

Shah Jina